'મહા' ચક્રવાતના કારણે 1955થી સતત યોજાતો સોમનાથનો કાર્તિકી પૂર્ણિમા મેળો રદ્દ - સોમનાથનો કાર્તિકી પૂર્ણિમા મેળો રદ્દ
ગીર સોમનાથઃ 6 અને 7 નવેમ્બર દરમિયાન મહા વાવાઝોડું ગુજરાત ને પ્રભાવિત કરવાની શક્યતા છે. સાથે વરસાદ અને ભારી પવનો ની પુરી શક્યતાઓ હોવાના ના કારણે આ મેળો રદ્દ કરવામાં આવ્યો છે.
સોમનાથનો કાર્તિકી પૂર્ણિમા મેળો રદ્દ
સોમનાથમાં કાર્તિકી પૂર્ણિમાની રાત્રીએ 12 કલાકે એક અલભ્ય ખગોળીય ઘટના આકાર પામે છે. સોમનાથ મહાદેવની જ્યોતિર્લિંગ, ધ્વજ દંડ અને ચંદ્રમા એકજ હરોળમાં આવે છે. આ ઘટના વધુ મહત્વની એટલા માટે માનવામાં આવે છે. કારણ કે ચંદ્ર દ્વારા સોમનાથ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યાનું શાસ્ત્રો દ્વારા કહેવાયું છે. જેથી કાર્તિકી પૂર્ણિમાની રાત્રીએ ચંદ્ર મહાદેવના દર્શન કરવા આવતા હોય એટલા માટે લાખો લોકો આ ઘટનાના દર્શને આવતા હોય છે. જેમાં સાથે તેઓ મેળાનો પણ આનંદ માણે છે.