Camel riding at Somnath Beach સોમનાથઃ શહેરના દરિયા કિનારા પર ઊંટની એક જોડીએ પ્રવાસીઓમાં ભારે આકર્ષણ જગાવ્યું છે. ઊંટની આ જોડીની ચર્ચા સમગ્ર પંથકમાં થઈ રહી છે. સોમનાથ બીચ પર લેલા અને મજનુ નામના બે ઊંટ જોવા મળે છે. આ શણગારેલા ઊંટ પર પ્રવાસીઓ હોંશે હોંશે સવારી પણ કરે છે.
મારા ઊંટની જોડીને મેં લેલા અને મજનુ નામ આપ્યું છે. આ જોડી પ્રવાસીઓમાં ઘણી પોપ્યુલર બની છે. પ્રવાસીઓ બીચ પર કેમલ રાઈડિંગ માટે લેલા મજનુ ઊંટને પસંદ કરી રહ્યા છે...સુફિયાન (ઊંટ માલિક, સોમનાથ)
લેલા અને મજનુ આજે પણ હયાતઃ સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે આવતા પ્રવાસીઓ સોમનાથ બીચ પર કેમલ રાઈડિંગની મજા પણ માણે છે. કેમલ રાઈડિંગ માટે ખાસ પ્રકારના શણગારેલા ઊંટની જોડી બહુ ફેમસ છે. આ ઊંટની જોડીને લેલા મજનુ નામ આપવમાં આવ્યું છે. સોમનાથ બીચ પર લેલા અને મજનુની હાજરી પ્રવાસીઓમાં લોકપ્રિય બની રહી છે. પ્રવાસીઓ ખાસ આ ઊંટ પર સવારી કરવા સોમનાથ બીચ પર આવી રહ્યા છે. પ્રેમી પંખીડાઓમાં આ ઊંટની જોડી પર સવારી કરવી ફેશન બની રહી છે. પ્રેમની અભિવ્યક્તિ સમાન આ ઊંટની જોડી પ્રેમીઓમાં પણ ખૂબ જ લોકપ્રિય બની રહી છે.
લેલા અને મજનુની આ જોડીને જોઈને ખૂબ જ આનંદિત થઈ જવાય છે. પ્રેમનું અમર પાત્ર ગણાતા લેલા અને મજનુ પર સવારી કરવાનો એક અનોખો આનંદ અને ઉત્સાહ જોવા મળે છે. જે ખરેખર પર્યટનના આનંદને બમણો કરે છે.અમર પ્રેમ કથાને સોમનાથ બીચ પર જીવંત રાખવાનો પ્રયાસ ખરેખર આવકારદાય છે...પાર્થ(પ્રવાસી, સોમનાથ)
- 3 દિવસનું મિની વેકેશન: સરકારે ટુરિસ્ટ પોઇન્ટ પર મુલાકાતીઓની સંખ્યા જાહેર કરી
- કેન્દ્ર સરકારની એજન્સી પ્રમાણે વેરાવળ બીચ ઓછું દૂષિત, લોકોમાં સર્વેની વિશ્વસનીયતા પર શંકા