- સોમનાથ સમુદ્ર કિનારે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયુ
- ઇન્ટરનેશનલ કોસ્ટલ ક્લીનઅપ ડે દિવસ નિમિતે આ અભિયાન હાથ ધરાયુ
- કોસ્ટગાર્ડ, વહીવટી, પાલીકા, પોલીસ તંત્ર અને વિદ્યાર્થીઓ સહિતના લોકો જોડાયા
ગીર સોમનાથ: સોમનાથના સમુદ્ર કિનારે ઇન્ટરનેશનલ કોસ્ટલ ક્લીનઅપ ડે ને લઈ યોજાયેલા સફાઈ અભિયાન અંગે કોસ્ટગાર્ડના કમાન્ડન્ટે જણાવ્યું હતું કે, આજે ઉજવણીનો મુખ્ય હેતુ સમુદ્ર કિનારાને સ્વચ્છ રાખવાનો છે. કારણ કે વર્તમાન સમયમાં પ્લાસ્ટીકના વધુ ઉપયોગના લીધે લોકો દરીયાકિનારે પ્લાસ્ટીકનો કચરો ફેંકી દેતા હોય છે. જેના કારણે દરિયામાં અને કિનારા પર મોટાપાયે પ્રદુષણ ફેલાતું હોવાથી દરીયો પ્રદુષિત થઈ રહ્યો છે. ઇન્ટરનેશનલ કોસ્ટલ ક્લીનઅપ ડેની ઉજવણી થકી ભવિષ્યની પેઢીને સ્વચ્છ વાતાવરણ સાથે દરિયાકિનારો મળે તે હેતુ છે. જેને સાર્થક કરવા આજે રવિવારે સોમનાથના સમુદ્ર કિનારે હાથ ધરાયેલા 250 થી 300 જેટલા કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ સફાઈ અભિયાનમાં જોડાયા હતા.