ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોનાના વધતા કેસને લઇને વેરાવળ અને ઉનામાં કેટલાક વિસ્તારો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા - ગીર સોમનાથ કોરોના કેસ

ગીર સોમનાથના વેરાવળ અને ઉનામાં કોરોનાના કેસમાં થતા વધારાને લઇને વેરાવળ અને ઉનામાં કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરી જિલ્લા કલેક્ટર અજય પ્રકાશ દ્વારા પ્રતિબંધિત આદેશ જારી કરાયા છે.

પ્િ
િુપર

By

Published : Jul 24, 2020, 7:18 PM IST

ગીર સોમનાથ: જિલ્લામાં કોવિડ-19 સંક્રમણને અટકાવવાં માટે સબંધિત તંત્ર દ્વારા અસરકારક પગલા લેવામાં આવી રહ્યા છે. વેરાવળ અને ઉનામાં કોરોના પોઝિટિવ કેસનાં દર્દી મળી આવ્યા છે. વાઇરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા લોકોની સુરક્ષા બાબતે તકેદારીનાં પગાલારૂપે જિલ્લા મેજીસ્ટ્રેટ અજયપ્રકાશે જાહેરનામુ પ્રસિધ્ધ કરી લોકોની અવર-જવર પર પ્રતિબંધ મૂક્યો છે.

વેરાવળ શહેરી વિસ્તારમાં નવા પટેલવાડા મેઈન રોડ પર શ્રી ઈરફાન અબ્દુલ સત્તાર ચૌહાણનું રહેણાંકીય મકાન, ગોલારાણા સોસાયટીમાં કોમ્યુનીટી હોલ સર્કલ પાસે આવેલું શ્રી હેમીબેન મગનભાઈ કસ્નાવાડાનું રહેણાંકીય મકાન, ખારવાવાડ કમ્પાઉન્ડમાં બંદર રોડ ઉપર વિજયભાઈ કાનજીભાઈ વાડીગુંજનુ રહેણાંકીય મકાન, શિક્ષણ કોલોનીમાં ઉદય ટ્રાન્સપોર્ટવાળી ગલીમાં ભાવીનભાઈ કાન્તીલાલ કારીયાનું રહેણાંકીય મકાન તેમજ ઉના શહેરી વિસ્તારમાં શાસ્ત્રીનગરમાં જાની અરવિંદભાઈ વિરજીભાઈના ઘરથી ભટ્ટી દલસુખભાઈ જેન્તીભાઈના ઘર સુધી કુલ 13 ઘર, કોળીવાડા શેરી-4 ડાભી મણી કાળુભાઈના ઘરથી પરમાર ભીખાભાઈ ઝીણાભાઈના ઘર સુધી કુલ-13 ઘર, આંબેડકર નગર, કેશુભાઈ કાલીદાસ ચાવડાના ઘરથી અરવિંદભાઈ કરશનભાઈ ચાવડાના ઘર સુધી કુલ 20 ઘર સહિતના વિસ્તારમાં લોકોની અવર-જવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને કોવિડ-19 કન્ટેઇન્ટમેન્ટ ઝોન તરીકે જાહેર કરાયો છે.

આ હુકમ તાત્કાલીક અસરથી તારીખ 6 ઓગસ્તાટ 2020 સુધી અમલમાં રહેશે. આ વિસ્તારમાં રાશન વગેરે આવશ્યક ચીજ વસ્તુઓની દુકાનો ખોલવાનો સમય સવારના 7 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી રહેશે. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર સામે ભારતીય દંડ સહિતા કલમ 188 તથા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ-51 થી 60ની જોગવાઇ મુજબ શિક્ષાને પાત્ર થશે.

ABOUT THE AUTHOR

...view details