ગીર સોમનાથઃ યાત્રાધામ સોમનાથમાં યાત્રીકોને સાવચેત કરાઇ રહ્યા છે, હાલ જો કે મોટાભાગના યાત્રીકો સોમનાથ આવવાનું ટાળી રહ્યા છે. તેમ છત્તાં સોમનાથ મંદીરમાં આરતી દર્શન સમયે મંદીરમાં ઊભા રહેવાની મનાઈ કરી છે. સતત ચાલતા રહેવાનું જણાવાયું છે. આ ઉપરાંત વિવિધ કાર્યક્રમોને પણ મોકુફ રાખ્યા છે. મંદીરના આરતીમાં વધુ પ્રમાણમાં ગુગળનો ધુપ તેમજ કપુરનો ઉપયોગ કરાઇ રહ્યો છે.
વિશ્વભરમાં કોરોના વાઇરસના હાહાકાર વચ્ચે જાણો સોમનાથની હાલની પરિસ્થિતિ
વિશ્વભરમાં કોરોના વાઇરસને કારણે લોકડાઉન થઈ રહ્યા છે. જેના ભારતમાં પણ ઘણા ખરા કેસ જોવા મળી રહ્યા છે, ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં પણ કોરોના વાઇરસના કહેરથી યાત્રિકોને સુરક્ષિત રાખવા માટે ઘણા મહત્વના નિર્ણયો લેવાયા છે, ત્યારે ચાલો જાણીએ સોમનાથની હાલની પરિસ્થિતિ કોરોનાના કારણે જે વૈશ્વીક સમસ્યા ઊભી થઈ છે જેના સામે સોમનાથ ટ્રસ્ટ દ્રારા સોમનાથ મંદીર ખાતે અનેક વીધ ફેરફારો કર્યા છે.
વિશ્વભરમાં કોરોના વાઇરસના હાહાકાર વચ્ચે જાણો સોમનાથની હાલની પરિસ્થિતિ
આ ઉપરાંત યાત્રીકોને સોમનાથની વેબસાઈટ પરથી લાઈવ દર્શન ઘરે બેઠા કરવા અપીલ કરાઇ છે અને સોમનાથની યાત્રા હાલ ટાળવાની પણ સાંકેતિક વિનંતી કરાઇ છે.