ગુજરાત

gujarat

ETV Bharat / state

સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં રાજ્યપાલે 870 જેટલા વિદ્યાર્થીઓને પદવી એનાયત કરી

ગીરસોમનાથ જિલ્લાના વેરાવળમાં સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં 12મો પદવીદાન સમારોહ યોજાયો હતો. જેમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષ સ્થાને સંસક્રૃત ઊપાસકોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે રાજ્યના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ પણ ઊપસ્થિત રહ્યા હતા. સાથે જ બે નવા ભવનોનો શિલાન્યાસ પણ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં કુલ 870 છાત્રોને સન્માનીત કરાયા હતા.

સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં રાજ્યપાલએ 870 જેટલા વિદ્યાર્થીઓને પદવી એનાયત કરી
સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં રાજ્યપાલએ 870 જેટલા વિદ્યાર્થીઓને પદવી એનાયત કરી

By

Published : Feb 18, 2020, 6:14 PM IST

ગીરસોમનાથઃ રાજ્યભરમાં સંસ્કૃત અને સંસ્કૃતિની જ્યોત પ્રજ્વલીત રાખનાર સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે મંગળવારના રોજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજાયો હતો. સાથે કુલ 13.78 કરોડના ખર્ચથી બનાવા જઈ રહેલા બે ભવનો જેમાં 1 અતીથી ભવન અને 2-ગ્રંથાલયનો શિલાન્યાસ પણ કરાયો હતો. મંગળવાર સંસક્રૃતમાં શાસ્ત્રી-આચાર્ય-શિક્ષાશાસ્ત્રી-અને વીધ્યાવાચસ્પતી (પીએચડી) સહીત 870 છાત્રોને સન્માનીત કરાયા હતા.

સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં રાજ્યપાલએ 870 જેટલા વિદ્યાર્થીઓને પદવી એનાયત કરી

પોતાના પ્રવચનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સંસ્કૃત ભાષાને વિશ્વકલ્યાણની ભાષા ગણાવી કહ્યું હતું કે, આપણી આ ભાષામાં જ વસુધૈવ કુટુંબકમની ભાવના સમાયેલી છે, જે સમગ્ર વીશ્વ અને માનવ કલ્યાણની આપણી સંસ્કૃતિ અને આપણી સંસ્કૃત ભાષા છે, ત્યારે આ યુનીવર્સીટીમાં આવી મને બહુ પ્રસન્નતા મળી છે.

સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં રાજ્યપાલએ 870 જેટલા વિદ્યાર્થીઓને પદવી એનાયત કરી

ABOUT THE AUTHOR

...view details