- તૌકતે વાવઝોડાને કારણે દરીયાકિનારાના ગામમાં ત્રાહી
- સરકાર સાથે સામાજિક સંસ્થાઓ મદદે આવી
- રાશન કીટનુ કરવામાં આવ્યું વિતરણ
ગીર-સોમનાથ: તૌકતે વાવાઝોડાની અસર ગીર-સોમનાથ તાલુકામાં સૈાથી વધુ અસર થઇ છે, જિલ્લાનાં ઉના અને ગીરગઢડા તાલુકામાં જિલ્લા વહીવટી તંત્રની સાથે સાથે સેવાકીય સંસ્થાઓએ પણ લોકોને જીવન જરૂરીયાતની વસ્તુઓ મળી રહે તે માટે સેવાયજ્ઞ શરૂ કર્યો છે. ઉનામાં RSS દ્વારા એક રાહતકેમ્પ શરૂ કરવામાં આવ્યો છે. જ્યાથી વાહનો મારફતે રાશનકીટ ગામે ગામ પહોંચાડવામાં આવી રહી છે.
અધિકારીઓ દ્વારા કામગીરીનું નિરીક્ષણ
RSS ઉના શાખા દ્વારા આ કામગીરીનું સંકલન કરવામાં આવી રહ્યું છે. ગીરગઢડા તાલુકામાં પણ આર.એસ.એસ. દ્વારા રાહત સામગ્રી પહોચાડવામાં આવી રહી છે. આર.એસ.એસ. ગુજરાતના પ્રાંત અધિકારીઓએ પણ આ કામગીરીનું નિરિક્ષણ કર્યું હતું. ઉનાના તમામ ગામો તેમજ દરીયાઇ પટ્ટી સહીત 95 ગામોમાં 15 થી 17 કીલોની કીટ વિતરણ કરવામાં આવી રહ્યું છે. ઉનામાં આ બધીજ ખાદ્યય સામગ્રી હાઇસ્કુલ ખાતે રાખવામાં આવી છે. જ્યાથી કીટ બનાવીને ગામે ગામ વિતરણ કરવામાં આવી રહી છે. જેમાં બટેટા, ડુંગળી, ચોખ્ખા, ખાંડ, લોટ સહિતની ખાદ્યય સામગ્રીનો સમાવેશ થાય છે.