ગુજરાત

gujarat

ETV Bharat / state

ગીર-સોમનાથના ઊનામાં પૂર્વ ધારાસભ્ય પર ધોળા દિવસે ગોળીબાર - MLA in Una

ગીરસોમનાથ જિલ્લાના ઊનામાં બે જુથો વચ્ચે સામસામે ફાયરિગ થયું છે. જેમાં ભાજપના પુર્વ ધારાસભ્ય અને પાલિકા પ્રમુખ એવા કાળુ રાઠોડ પર ફાયરિગ થયું છે. તો સામા પક્ષેથી પણ ફાયરિગ કરવામાં આવતા રાઠોડ સહિત પાંચેક વ્યક્તિને ઈજાઓ થતાં તમામને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે.

Shooting at former MLA in Una
ગીરસોમનાથના ઉનામાં પૂર્વ ધારાસભ્ય પર ધોળા દિવસે ગોળીબાર

By

Published : May 28, 2020, 8:44 PM IST

ગીર- સોમનાથ : ઊના નગરપાલિકાના પ્રમુખ અને ભાજપના પૂર્વ ધારાસભ્ય કાળુ રાઠોડ ઊર્ફે કેસી પર ફાયરિગ થવાની ઘટનાથી ઊના પંથકમાં ભારે ચર્ચા ઊઠી છે. આ બનાવમાં ઊનામાં બે જુથ વચ્ચે સામ સામે ફાયરિગ કરવામાં આવતા પાંચ વ્યક્તિઓ ઘાયલ થયાં હતા. જેને પ્રાથમિક સારવાર ઊના આપ્યા બાદ રાજકોટ ખસેડવામાં આવ્યા છે. ઊના નગરપાલિકાના પ્રમુખ કે.સી રાઠોડ એક પૂર્વ સભ્યનું મૃત્યુ થતાં તેને ત્યાં બેસણાંમા ગયા હતા. ત્યારે ઉનાના મહેશ બાંભણીયા અને યશવંત બાંભણીયાએ કે.સી રાઠોડ ઉપર ફાયરિગ કરતાં ત્રણ ઘાયલ થયા હતા.

ગીરસોમનાથના ઊનામાં પૂર્વ ધારાસભ્ય પર ધોળા દિવસે ગોળીબાર
જેમાં કે.સી.રાઠોડ, અંતરાય ઠાકર તેમજ લોકેશ મોટવાની જે ત્રણને ગોળી વાગી છે. જ્યારે સામે પક્ષે મહેશ બાંભણીયાના પક્ષે મીડિયાને જણાવ્યું કે, કે.સી.રાઠોડે સામે અમારા ઉપર ફાયરિગ કર્યું તેમા બે વ્યકિત ઘાયલ થયાં છે. મહેશ બાભણીયા અને યશવંત બાભણીયાને પણ ગોળી લાગતા વધુ સારવાર માટે રાજકોટ મોકલવામાં આવ્યા છે. ત્યારે અમરેલી પોલીસે નાકાબંધીના આઘારે ધરપકડ કરી બન્નેને સારવાર માટે પોલીસ સાથે રાજકોટ રવાના કરવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details