આજે મહા શિવરાત્રી: સોમનાથમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર... - shivratri
ગીરસોમનાથ: શિવરાત્રીના પાવનકારી દિવસે સોમનાથ મહાદેવના દરબારમાં લખો લોકોની ભીડ ઉમટી છે. ભક્તોએ એક કિલોમીટરની લાંબી લાઈનમાં મહાદેવના દર્શન કરવા માટે ઉભા છે ત્યારે શ્રદ્ધાળુઓએ હરહર મહાદેવના નાદ લગાવ્યા હતા.
સ્પોટ ફોટો
દેશનુંપ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના દરબારમાં શિવરાત્રિને લઈ ગઇ કાલે રાતથી જ ભકતોનો ઘોડાપૂર ઉમટ્યું હતું. આજે વહેલી સવારે 4 વાગ્યાથી મંદિર ભકતોના દર્શનાથે ખોલવામાં આવ્યું હતું. સોમનાથ મહાદેવને પુષ્પોનો શ્રુંગાર કરવામાં આવ્યો હતો અને કેસરી પાઘથી વિશેષ રીતે સુશોભીત કરવામાં આવ્યા હતા. તેમજ મંદિરના ગર્ભગૃહમાં વિવિધ રંગની પ્રોજેકટર લાઈટો દ્વારા આરતી દરમિયાન સોમનાથ મહાદેવને પ્રકાશવામાં આવ્યા હતા.