ગુજરાત

gujarat

ETV Bharat / state

જાણો, સોમનાથ જ્યોર્તિલિંગમાં શિવરાત્રીના દિવસનો સમગ્ર કાર્યક્રમ... - સોમનાથ મંદિરમાં શિવરાત્રીની ઉજવણી

શિવરાત્રીને હવે ગણતરીના કલાકો બાકી છે. ત્યારે પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં લાખો ભાવિકો દર્શનાર્થે ઉમટી પડશે. ત્યારે શિવરાત્રી નિમિત્તે સોમનાથમાં શુ વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું છે. તેની વિશેષ માહિતી જાણીએ આ અહેવાલમાં...

Somnath
Somnath

By

Published : Feb 20, 2020, 5:31 PM IST

ગીર સોમનાથઃ મહાશિવરાત્રિના પવિત્ર તહેવાર નિમિતે સોમનાથ તીથઁધામ ખાતે શિવરાત્રિ મહોત્સવની તડામાર તૈયારી ને આખરી ઓપ અપાઇ રહ્યો છે. યાત્રીકોના સમુદાયને ધ્યાનમા રાખી મંદિર સવારે 4:00 થી સતત 42 કલાક સુધી ખુલ્લુ મુકાશે .મંદિર મા વિવિધ શણગાર, પાલખીયાત્રા, ભંડારા, મેડીકલ કેમ્પ સહીતની વ્યવસ્થા ઓ રાખવામા આવેલ છે. વિશ્વમાં સુપ્રસિદ્ધ સોમનાથ મંદિર કરોડો લોકોની આસ્થાનુ કેન્દ્ર છે ત્યારે પવિત્ર મહાશિવરાત્રિના તહેવાર નિમિતે સોમનાથ ટ્રસ્ટ દ્રારા દર વષેઁ ની જેમ આ વષેઁ પણ પારંપરિક ઉજવણી કરવામાં આવશે.

સોમનાથ મંદિર

સોમનાથ મંદિર શિવરાત્રીના દિવસે સવારે 4:00 કલાકથી સતત 42 કલાક સુધી ભકતજનો માટે ખુલ્લુ રહેશે. ચાર પ્રહરની પૂજા આરતી, પાલખીયાત્રા, ધ્વજારોહણ, ધામીઁક-સાસંકૃતિક કાયક્રમનુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સોમનાથ મંદિરના સાનિધ્યમા મહામૃત્યુજય યજ્ઞનુ આયોજન કરવામાં આવશે. તેમજ મંદિરને વિવિધ વિવિધ પુષ્પોથી સુશોભિત કરાશે અને રાત્રી દરમિયાન LED લાઇટથી શણગારવામા આવશે. સોશિયલ મીડીયાના માધ્યમથી પણ સોમનાથ ટ્રસ્ટની વેબસાઈટ www.somnath.org તથા ફેસબુક , ટવીટર , ઇન્સ્ટાગ્રામ, હેલોએપના માધ્યમથી પણ સોમનાથ મહાદેવના દર્શન, આરતી, લાઇવ સ્ટ્રીમીંગનો લાભ ભકતોને મળશે . દાતાઓના સહયોગથી ભાવીકો માટે નિઃશુલ્ક મહાપ્રસાદ, ફરાળનુ આયોજન કરવામાં આવ્યું છે.

સોમનાથ મંદિરમાં શિવરાત્રીનું ભવ્ય આયોજન કરાયું

મહાશિવરાત્રિ નિમિત્તે સોમનાથ મંદિર ખાતે દેશવિદેશથી લાખો ભાવીકો દર્શનાથે આવે છે, ત્યારે તેમની સુરક્ષા અને દર્શન માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મંદિરના પંટ્ટાગણમાં કતારબંધ દર્શન કરી શકે તે માટે વ્યવસ્થા, મેડીકલ કેમ્પ, દિવ્યાંગ ભાવિકો માટે વ્હીલચેર, ગોલ્ફકાર, પૂજા અર્ચના, ધ્વજારોહણ માટે ઓનલાઈન બુકીંગ, રહેવાની તથા ભોજનની વ્યવસ્થા માટે રેસ્ટહાઉસ, વાહન પાર્કીંગ, લોકર , સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details