ગુજરાત

gujarat

ETV Bharat / state

ગીરમાં ભારે વરસાદથી શીંગોળા ડેમ ઓવર ફ્લો, નીંચાણવાળા વિસ્તારોને સાવચેત કરાયા - ગીર

ગીર જંગલમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદ પડી રહ્યા છે. આ અવિરત વરસાદથી શિંગોડા ડેમમાં પાણીની આવક વધી છે, જેથી નીંચાણવાળા વિસ્તારને સાવચેત કરાયા છે.

ગીરમાં ભારે વરસાદથી શીંગોળા ડેમ ઓવર ફ્લો,  નીચાણ વાળા વિસ્તારોને સાવચેત કરાયા.
ગીરમાં ભારે વરસાદથી શીંગોળા ડેમ ઓવર ફ્લો, નીચાણ વાળા વિસ્તારોને સાવચેત કરાયા.

By

Published : Jul 16, 2020, 10:32 PM IST

ગીર સોમનાથઃ ગીર જંગલમાં છેલ્લા થોડા દિવસોમાં પડેલા અવિતર વરસાદને કારણે શિંગોડા ડેમમાં પાણીની આવક વધી છે, ત્યારે ડેમની સપાટીનું પાણી વધતા નીચાણવાળા વિસ્તારને સાવચેત કરાયા છે.

ગીરમાં ભારે વરસાદથી શીંગોળા ડેમ ઓવર ફ્લો, નીચાણ વાળા વિસ્તારોને સાવચેત કરાયા.

ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના જામવાળા ગામ પાસે શિંગોડા નદી પર આવેલા શિંગોડા ડેમ 70 ટકા ભરાઈ જતા પૂર્ણ સપાટીએ ભરાતા/રૂલ લેવલ જાળવવા પાણી છોડવામાં આવે ત્યારે નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં અવર-જવર કરવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.

કોડિનાર તાલુકાના છાછર, દુદાણા, ધાંટવડ, ગોવિંદપરા(ભંડારીયા), કોડીનાર, મુળદરકા, નાનીઈંચવડ, રોણાજ, સુગલા, ચૌહાણની ખાણ, ગીરગઢડા તાલુકાના જામવાળા, કંસારીયા ગામોના લોકોને સાવચેત રહેવા અને નદીના પટમાં અવર જવર ન કરવા ફલ્ડ સેલ સિંચાઈ વિભાગ દ્વારા એક યાદીમાં જણાવાયું છે.

ABOUT THE AUTHOR

...view details