ગુજરાત

gujarat

ETV Bharat / state

શામળાજી મંદિર વિષ્ણુ મંદિર ટ્રસ્ટે મુખ્ય પ્રધાન રાહત ફંડમાં 5.51 લાખનું દાન આપ્યું - ગુજરાત રાજ્યના રાહત ફાળામાં રૂપિયા પાંચ લાખ એકાવન હજાર આપવાનો નિર્ણય

અરવલ્લી જિલ્લામાં સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિર વિષ્ણુ મંદિર ટ્રસ્ટ તરફથી મખ્યપ્રધાન રાહત ફંડમાં રૂપિયા 5.51 લાખની રકમના દાનની જાહેરાત કરવામાં આવી છે. ટ્રસ્ટના ચેરમેન મહેશભાઈ ઉપાધ્યાય અને ટ્રસ્ટ કમિટીમાં કરેલા નિર્ણય મુજબ કોરાના વાઇરસ પીડિત લોકો માટે મદદના ભાગરૂપે રાજ્યના મુખ્યપ્રધાન રાહત ફંડમાં આ દાન જમા કરવામાં આવશે.

શામળાજી
શામળાજી

By

Published : Mar 29, 2020, 5:45 PM IST

અરવલ્લી : ઉલ્લેખનીય છે કે, કોવિંડ- 19 મહામારીએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી દીધો છે. જેની સામે ભારત દેશને બચાવવા માટે વડાપ્રધાને 21 દિવસ માટે સમગ્ર દેશને લોકડાઉન કર્યો છે, ત્યારે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, સહકારી સંસ્થાઓ, ટ્રસ્ટો તથા વ્યક્તિગત રીતે દેશ-દુનિયાના લોકોએ આ વાઇરસની સામે લોકોને મદદરૂપ થવા માટે ઉદાર હાથે મદદ કરી રહ્યા છે.

આ પરિસ્થિતિમાં શ્રી શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટ શામળાજી તરફથી ગુજરાત રાજ્યના રાહત ફાળામાં રૂપિયા પાંચ લાખ એકાવન હજાર આપવાનો નિર્ણય લીધો છે.

ABOUT THE AUTHOR

...view details