- ડોળાસાના અડવી ગામે દેખાયા સાત સિંહો
- સાત સિંહો ખુલ્લા ખેતરમાં રાજાશાહી અંદાજમાં જોવા મળયા
- સિંહ દર્શન માટે ગ્રામજનોના ટોળા ઉમટયા
ગીર સોમનાથ:ડોળાસા નજીકના અડવી ગામે બોડીદર રોડ પર આવેલા નાથાભાઇ પુંજાભાઇ ડોડીયાની વાડીના ખુલ્લા મેદાનમાં સાત સિંહોનું ટોળુ આવી ચડી રાજાશાહી અંદાજમાં આરામ ફરમાવી રહેલ નજરે પડ્યા હતા. સિંહોના દર્શન માટે ગ્રામજનો ઉમટી પડયા હતા.
વાડામાં થોડા સમયથી સિંહ વસવાટ કરી આંટાફેરા કરતા જોવા મળ્યા
ડોળાસા નજીકના અડવી ગામે બોડીદર રોડ પર નાથાભાઇ પુંજાભાઇની વાડી આવેલી છે. આ વાડીમાં શેરડીના વાડ ઉભા છે. આ વાડામાં થોડા સમયથી સિંહ વસવાટ કરી આંટાફેરા કરી રહ્યાની ખેડૂતને જાણ હતી, પરંતુ કોઇ લોકો સિંહોની પજવણી ન કરે તે માટે આ વાતની કોઇને જાણ કરી ન હતી. દરમ્યાન ગઇકાલે સાંજે પાંચેક વાગ્યા આસપાસ એક સાથે સાત સિંહોનું ટોળુ વાડીના ખેતરના ખુલ્લા પટમાં આવી રાજાશાહી અંદાજમાં બેસી ઠંડા પવનમાં આરામ ફરમાવતા જોવા મળ્યા હતા.