ગીર સોમનાથ : હાલની પરિસ્થિતિમાં ચાઇના ગયેલા સી.ફૂડના કન્ટેનરો હજુ સુધી ચીનના બંદરો પર પડ્યા છે. જેનું પેમેન્ટ પણ કંપનીઓને મળ્યું નથી. તો બીજી તરફ ઇટાલી, સ્પેન જેવા યુરોપિયન દેશોમાં લોકઆઉટના કારણે લોકો ઘરોમાં ભરાયા છે. જેથી ત્યાં દરિયાઈ ખોરાકની માગ ઘટી છે. જેના કારણે માછીમારી ઉપર નભતા વેરાવળ બંદરના ફિશરીસ ઉદ્યોગને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે.
સિફૂડ એક્સપોર્ટ ઇન્ડસ્ટ્રી થઈ કોરોનાગ્રસ્ત, યુરોપ અને ચીનમાં માગ ઘટતાં કંપનીઓ પરેશાન - સી.ફૂડ
એક તરફ જ્યારે વિશ્વ કોરોના વાઇરસના કારણે શાકાહાર તરફ વળ્યું છે, ત્યારે ગુજરાતના સૌથી મોટા માછીમારી બંદર વેરાવળના માછીમારી ઉદ્યોગને કોરોનાને કારણે ભારે નુકશાન થવાની ભીતિ છે. જેના કારણે વેરાવળ સી.ફૂડ.એકસપોર્ટર એસોસિએશનની મીટીંગ મળી હતી. જેમાં કોરોનાથી સંભવિત નુકશાનની ચર્ચા કરવામાં આવી હતી.

સિફૂડ એ
સિફૂડ એક્સપોર્ટ ઇન્ડસ્ટ્રી થઈ કોરોનાગ્રસ્ત, યુરોપ અને ચીનમાં માગ ઘટતાં કંપનીઓ પરેશાન
હાલમાં મોટાભાગના સી.ફૂડ પ્લાન્ટની પરિસ્થિતિ એવી છે કે, કાચો માલ પડ્યો રહે છે, ત્યારે ચાઇના અને યુરોપિયન દેશો માટે જેટલા પણ કન્ટેનર ભરવામાં આવ્યા છે. તેમાના મોટા ભાગના ઓર્ડર કેન્સલ થયા છે, ત્યારે સી.ફૂડ એકસપોર્ટર એસોસિએશનના અગ્રણીઓ સરકારને આ કપરી પરિસ્થિતિમાં સહયોગ આપવા વિનંતી કરી રહ્યા છે.
Last Updated : Mar 21, 2020, 10:46 AM IST