ગુજરાત

gujarat

ETV Bharat / state

Lakshmi Narayan Temple : 125 વર્ષ પહેલા સ્થપાયેલું મંદિર સોમનાથના આંગણે તમિલ સંસ્કૃતિનું કરી રહ્યું છે વહન - Lakshmi Narayan Temple

125 વર્ષ પૂર્વે સોમનાથ નજીક બનાવામાં આવેલું દ્રવિડ શૈલીનું લક્ષ્મી નારાયણ મંદિર તમિલ સંસ્કૃતિનુ આજે વહન કરી રહ્યું છે. લક્ષ્મી નારાયણ મંદિરમાં પંચરત્ન આગમ શૈલીના દર્શન થઈ રહ્યા છે. મંદિરના ખાસિયતની વાત કરીએ તો, માતા લક્ષ્મી પ્રભુની જમણી તરફ બિરાજમાન થયા છે. ત્યારે શું છે સમગ્ર રસપ્રદ વાત જાણો.

Lakshmi Narayan Temple : 125 વર્ષ પહેલા સ્થાપેલું મંદિર સોમનાથના આંગણે તમિલ સંસ્કૃતિનું કરી રહ્યું છે વહન
Lakshmi Narayan Temple : 125 વર્ષ પહેલા સ્થાપેલું મંદિર સોમનાથના આંગણે તમિલ સંસ્કૃતિનું કરી રહ્યું છે વહન

By

Published : Apr 18, 2023, 6:33 PM IST

125 વર્ષ પહેલા સ્થાપેલું મંદિર સોમનાથના આંગણે તમિલ સંસ્કૃતિનું કરી રહ્યું છે વહન

સોમનાથ : સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ શરૂ થયો છે. આ કાર્યક્રમ અંતર્ગત બે રાજ્યોની ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાને જોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે, ત્યારે સોમનાથ મંદિર નજીક આજથી 125 વર્ષ પૂર્વે દક્ષિણ ભારતની દ્રવિડ શૈલીનું લક્ષ્મીનારાયણ મંદિર બનાવવામાં આવ્યું છે. જેમાં તમિલ સંસ્કૃતિના દર્શન આજે પણ થઈ રહ્યા છે. સોમનાથ આવતા મોટાભાગના દક્ષિણ ભારતના યાત્રિકો લક્ષ્મીનારાયણ મંદિરમાં દર્શન કરવા માટે અવશ્ય પહોંચે છે. વર્ષ 1999માં આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો અને તેને રીનોવેશન સાથે ફરીથી નવપલ્લવિત કરવામાં આવ્યું હતું. આ મંદિર રામાનુજ સંપ્રદાયની ધાર્મિક પરંપરાનું વહન આજે પણ કરી રહ્યું છે.

આ પણ વાંચો :Saurashtra Tamil Sangamam: સૌરાષ્ટ્ર-તમિલ સંગમનો આરંભ, રાષ્ટ્રીય નેતાઓ રહ્યા હાજર

1897માં થયું મંદિરનું સ્થાપન :સોમનાથમાં લક્ષ્મી નારાયણ મંદિરનું સ્થાપન વર્ષ 1897માં કરવામાં આવ્યું છે. અહીં જ્ઞાતિ જાતિ અને લિંગના ભેદભાવ કર્યા વગર પ્રત્યેક વ્યક્તિને એક માત્ર આસ્તિક સમજીને તેને પ્રવેશ આપવામાં આવે છે. જે રામાનુજ સંપ્રદાયની પરંપરાને ઉજાગર કરે છે. જે લોકો સોમનાથ દર્શન કરવા માટે આવે છે તે લોકો અચૂક લક્ષ્મી નારાયણ મંદિરના દર્શન કરે છે. 1997માં વર્તમાન ગાદીપતિ શ્યામસુંદર સ્વામી દ્વારા મંદિરનું રીનોવેશન કરાવવામાં આવ્યું છે. દ્રવિડ સંસ્કૃતિ મુજબના કારીગરો અહીં ઉપલબ્ધ ન બનતા તેમણે દક્ષિણ ભારતની ધાર્મિક પરંપરા અને રીત રિવાજ મુજબ મંદિર બનાવી શકે તેવા કારીગરો દ્વારા આ મંદિરનો નિર્માણ કરાવ્યું છે. લક્ષ્મીનારાયણ મંદિરની મુખ્ય ગાદી તોતાદ્રીમઠ તમિલનાડુમાં છે. તેની તમામ પરંપરા મુજબ આજે પણ મંદિર ધર્મની એકતાનું પ્રતીક બની રહ્યું છે.

આ પણ વાંચો :Saurashtra Tamil Sangamam : ભાજપની કૃષ્ણ ભક્તિ નબળી હોવાનું આવ્યું સામે, આરોગ્ય પ્રધાન ભુલ્યા કૃષ્ણના પત્નીનું નામ

મંદિરમાં પંચરત્ન આગમ શૈલીના દર્શન :લક્ષ્મી નારાયણ મંદિરમાં પંચરત્ન આગમ શૈલીના દર્શન થઈ રહ્યા છે. જેને દ્રવિડ સ્થાપત્ય અને દ્રવિડ પરંપરા મુજબ શુભ માનવામાં આવે છે. અહીં ચૈત્ર સુદ છઠ્ઠી લઈને દશમ સુધી રામાનુજ પરંપરા મુજબ વિશેષ ઉત્સવનું આયોજન થાય છે, ત્યારે મોટી સંખ્યામાં દક્ષિણ ભારતથી રામાનુજ સંપ્રદાયના લોકો અહીં આવતા હોય છે. આ મંદિરની ખાસિયત એ છે કે, માતા લક્ષ્મી પ્રભુની જમણી તરફ બિરાજમાન થયા છે. આવા મંદિરો જ્વલેજ જોવા મળે છે. તેને લઈને લક્ષ્મીનારાયણ મંદિરનું ધાર્મિક મહત્વ સંસ્કૃતિની સાથે પાછલા 100 વર્ષ કરતા વધુ સમયથી સોમનાથમાં જોવા મળે છે.

ABOUT THE AUTHOR

...view details