તાજેતરમાં ક્રમશ ત્રણ વાવાઝોડાના કારણે માછીમારોની આર્થિક કમર ભાંગી ગયાનું માછીમારોમાં ચર્ચાયું હતું. જેને લઇને વેરાવળમાં મંગળવારે ઓખાથી જાફરાબાદ સુધીના વિવિધ સમાજના માછીમારોની મીટિંગ મળી હતી. જેમાં, વાવાઝોડાની અસરના કારણે માછીમારીનો ધંધો ચોપાટ થયાની નુકસાની તેમજ અન્ય ખર્ચા મળી બોટ દિઠ માછીમારોને 8થી 10 લાખનું નુકસાન થયું હોવાની ચર્ચા કરવામાં આવી હતી. જેને કારણે માછીમારોએ માગ કરી હતી કે, સરકાર આપદા સમયે ખેડુતો માટે રાહત સહાય પેકેજ જાહેર કરે છે, તેવી રીતે માછીમારો માટે પણ યોગ્ય સહાય જાહેર કરવી જોઈએ.
વાવાઝોડાથી માછીમારોને નુકસાન, સરકાર પાસે માગી મદદ - માછીમાર સમાજે બોલાવી મીટિંગ
વેરાવળ: રાજ્યમાં 'વાયુ', 'ક્યાર' અને 'મહા' વાવાઝોડાના કારણે માછીમારોની ફિશિંગ સીઝનમાં ભારે નુકશાન થયું છે. ખેડૂતો માટે સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું તો, માછીમારોના નુકશાન માટે શું કામ નહીં? તેવી માંગણી સાથે સમગ્ર સૌરાષ્ટ્રના માછીમાર સમાજની મીટિંગ યોજાઈ હતી.
સૌરાષ્ટ્રના માછીમાર સમાજે બોલાવી મીટિંગ
માછીમાર અગ્રણીઓનું કહેવું છે કે, બોટ દરીયામાં જાય તો 3 લાખથી વધુ ખર્ચ થાય છે. જેથી તમામ માછીમારોને ભારે નુકશાન થયું છે. જેવી રીતે તમામ ખેતી ઉદ્યોગ માટે કુદરતી આપદામાં સહાય આપવામાં આવે છે. તેવી રીતે માછીમારોનો પણ સર્વે કરી સહાય કરવી જોઈએ. જેવી રીતે ખેડૂતોને 7,000 કરોડ પેકેજ જાહેર કરાયું, તેમ માછીમારો માટે પણ સહાય જાહેર કરવી જોઈએ.