કેસર કેરીના ભાવમાં ફરી વધારો, તાલાલા મેંગો માર્કેટમાં મોટા પ્રમાણમાં આવી રહી છે હરાજીમાં કેસર કેરી - Talala Mango Market
તાલાલા મેંગો માર્કેટમાં 400થી 600 રૂપિયા 10 કિલોના બોક્સની બોલી લાગી હતી, પરંતુ 17 મેના રોજ તૌકતે ત્રાટક્યા બાદ કેસરના આંબા અને કેરી ખરી પડ્યા હતા. જેના કારણે કેરીના ભાવ 10 કિલો બોક્સના 100ની નીચે પહોંચ્યા હતા. જોકે ફરી એક વખત કેરીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. કેરીના બોક્સના 300થી 700 રૂપિયા ભાવની બોલી હાલ લાગી રહી છે.
Carrie prices rise again
By
Published : Jun 3, 2021, 4:35 PM IST
કેસર કેરીના ભાવમાં ફરી વધારો
તાલાલા મેંગો માર્કેટમાં મોટા પ્રમાણમાં આવી રહી છે કેસર કેરી હરાજીમાં
વાવાઝોડા બાદ કેરીના ભાવ તળિયે પહોંચ્યા હતા.
4 મેએ ગીરની કેસરની માર્કેટમાં ધમાકેદાર એન્ટ્રી થઈ હતી
ગીર સોમનાથ: સૌરાષ્ટ્રની બજારોમાં વાવાઝોડાના કારણે ખરી ગયેલી કેરીની મબલખ આવક બાદ કેરીના સ્વાદરસિયા માટે આંબે બચેલી કેરી બગીચામાંથી વેડેલી બજારમાં આવતા, આવી મધમીઠી કેસર કેરીના ભાવમાં ફરી ઉછાળો આવ્યો છે. તાલાલા ગીરના મેંગો માર્કેટમાં વિધિવત રીતે 4 મેના રોજ ગીરની કેસરની માર્કેટમાં ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. તાલાલા મેંગો માર્કેટમાં 400થી 600 રૂપિયા 10 કિલોના બોક્સની બોલી લાગી હતી, પરંતુ 17 મેના રોજ તૌકતે ત્રાટક્યા બાદ કેસરના આંબા અને કેરી ખરી પડ્યા હતા. જેના કારણે કેરીના ભાવ 10 કિલો બોક્સના 100ની નીચે પહોંચ્યા હતા. જોકે ફરી એક વખત કેરીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે.
કેરીના બોક્સના 300થી 700 રૂપિયા ભાવની બોલી હાલ લાગી રહી છે
વાવાઝોડા બાદ હતું કે કેરી ખરી પડી, પરંતુ તાલાલા અને ગીરમાં 25 ટકા કેરી બચી છે. કારણ કે વાવાઝોડાની એટલી તાલાલા અને ગીરમાં અસર જોવા ન મળી હતી. જેના કારણે બચેલી કેરી હવે યાર્ડમાં આવી રહી છે.
રોજના યાર્ડમાં 20થી 25 હજાર બોક્સ હરાજીમાં આવી રહ્યા છે
હાલમાં બોક્સના 300થી 700 રૂપિયા ભાવે વેચાઇ રહી છે. જોકે સ્વાદ રસિયા આવી કેરી મેળવવા બગીચાઓ સુધી પહોંચી રહ્યાા હોવાના પણ સમાચારો મળી રહ્યાા છે. વાવાઝોડાએ સૌરાષ્ટ્રમાં ભારે તબાહી મચાવી હતી, ત્યારે સોરઠના બાગાયતી પાકોમાં ભારેથી અતિ ભારે નુકસાન થયું હતું અને મોટી સંખ્યામાં આંબાના બગીચામાં ઘણા આંબા પડી ગયા હતા જેના કારણે કેરીના પાકને મોટું નુકશાન થયું હતું. આંબાના બગીચાઓમાં ટન મોઢે કેસર કેરી અકાળે ખરી પડી હતી. શાખ બેસ્યા પહેલા ખરી પડેલી કેરીઓની કિંમત વધારે હોતી નથી. આવા સમયે ખરી પડેલી કેરી બજારમાં આવતા ભાવ તળિયે બેસી ગયા હતા. તે સમયે કેરીના એક બોક્ષના ભાવ 80થી 100 થઈ ગયા હતા. જોકે સદનસીબે જે ખેડૂતોની કેરીઓ બચી ગઇ હતી. તે ખેડૂતોએ વેડેલી કેરી માર્કેટિંગ યાર્ડ અને બજારમાં મૂકતા નવી આવેલી કાચી કેરીના બોક્સ રૂા. 300થી 700ના ભાવે બજારમાં વેચાઇ રહી છે.
કેસર કેરી
સ્વાદ રસિયાઓ કેરીના બગીચા સુધી મધમીઠી કેરી મેળવવા પહોંચી રહ્યા છે
નિષ્ણાંતો અને કેરીના ખેડૂતોના જણાવ્યા અનુસાર સાખ બેઠા પછી આંબા ઉપરથી વેડેલી કેરીનો સ્વાદ કંઈક ઓર જ હોય છે. તેમની સોડમ અને રંગના કારણે સોરઠની કેસર કેરી વિદેશોમાં પ્રખ્યાત છે. એટલે જ ફળના રાજા તરીકે કેરી ઓળખાય છે, ત્યારે હવે આંબે વેડેલી કેરી બજારમાં આવતા સ્વાદ રસિયાઓ કેરીના બગીચા સુધી મધમીઠી કેરી મેળવવા પહોંચી રહ્યા છે અને આવી કેસર કેરીના ભાવમાં વધારો થયો છે.
તાલાલા માર્કેટિંગ યાર્ડની મેંગો માર્કેટમાં પાછલા 10 વર્ષ દરમિયાન કેસર કેરીની આવક અને સરેરાશ ભાવ પર એક નજર...