- જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતીની બેઠક યોજાઈ
- રૂપિયા-240 લાખની વહીવટી મંજુરી આપી
- વાસ્મો યુનિટ મેનેજર,જિલ્લા કોર્ડીનેટર વગેરેએ આપી હાજરી
ગીર સોમનાથ: જિલ્લા કલેક્ટર અજયપ્રકાશના અધ્યક્ષ સ્થાને જિલ્લા સેવાસદન, ઈણાજ ખાતે જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજઈ હતી. આ બેઠકમાં ગીર સોમનાથ જિલ્લાના ત્રણ તાલુકાના ગામોને પાણી પુરૂ પાડવા માટે રૂપિયા-240 લાખની વહીવટી મંજુરી આપવામાં આવી હતી.
આ પણ વાંચો:જામનગર જિલ્લાની 1,409 આંગણવાડીઓમાં બાળકોને મળી રહ્યું છે શુદ્ધ પીવાનું પાણી
3 ગામોનો સમાવેશ
સુત્રાપાડા તાલુકાના વડોદરા ઝાલા ખાતે રૂપિયા-26.97 લાખ, તાલાળા તાલુકાના બાકુલા ધણેજ ગામે રૂપિયા-49.83 લાખ અને કોડીનાર તાલુકાના વેલણ ગામે રૂપિયા-163.30 લાખના ખર્ચે પીવાના પાણી માટેના કામોને વહીવટી મંજુરી આપવામાં આવી હતી. જેમાં પીવાના પાણીની આંતરિક વ્યવસ્થા, પાણીનો ખુટતો સ્ટોરેજ, ઘટતી પાઇપલાઇનના કામો કરવામાં આવશે. ઉપરાંત "નલ સે જલ" કાર્યક્રમ અંતર્ગત-2217 નવા પાણીના કનેક્શન આપવામાં આવ્યા છે.
આ પણ વાંચો:પાટણમાં વૉટર ડ્રેનેજ સિસ્ટમની કામગીરીનું ખાતમૂહુર્ત કરાયું
ઉપસ્થિત સભ્યો
આ બેઠકમાં વાસ્મો યુનિટ મેનેજર વી.એન.મેવાડા, જિલ્લા કોર્ડીનેટર અલ્કા મકવાણા, ટેક્નિકલ મેનેજર મુકેશભાઈ બલવા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.