ગુજરાત

gujarat

By

Published : Feb 10, 2021, 4:03 PM IST

Updated : Feb 10, 2021, 6:36 PM IST

ETV Bharat / state

ગીર સોમનાથમાં સિંહના 10 શિકારીઓના રીમાન્ડ પૂર્ણ, સરકારી વકીલ હાજર ન રહેતાં કોર્ટે જેલહવાલે કર્યા

સુત્રાપાડા તાલુકાના ખાંભા ગામની સીમમાં સિંહણે શિકારી પર હુમલો કરતાં આખી ગેંગ વન વિભાગના સકંજામાં આવી હતી. વન વિભાગે તેઓને રીમાન્ડ પર લીધા બાદ આજે રીમાન્ડની મુદ્દત પૂરી થતાં કોર્ટમાં રજૂ કરાયા હતા. સુત્રાપાડા તેઓને જેલહવાલે કરાયા હતા.

ગીર સોમનાથમાં સિંહના 10 શિકારીઓના રિમાન્ડ પૂર્ણ, સરકારી વકીલ હાજર ન રહેતા કોર્ટે જેલ હવાલે કર્યા
ગીર સોમનાથમાં સિંહના 10 શિકારીઓના રિમાન્ડ પૂર્ણ, સરકારી વકીલ હાજર ન રહેતા કોર્ટે જેલ હવાલે કર્યા

  • સિંહ બાળના શિકારના પ્રયાસનો મામલો
  • સિંહના 10 શિકારીના રીમાન્ડ પૂર્ણ
  • 5 દિવસના રીમાન્ડ પૂરા થતાં કોર્ટમાં રજૂ કરાયા
  • કોર્ટે તમામને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા કર્યો આદેશ
  • તમામ આરોપીઓ જૂનાગઢ જેલહવાલે કરાયા

ગીર સોમનાથઃ સુત્રાપાડા તાલુકાના ખાંભા ગામની સીમમાં સિંહણે શિકારી પર હુમલો કરતાં આખી ગેંગ વન વિભાગના સકંજામાં આવી ગઇ છે. વન વિભાગે તેઓને રીમાન્ડ પર લીધા બાદ આજે રીમાન્ડની મુદ્દત પૂરી થતાં કોર્ટમાં રજૂ કરાયા હતા. જ્યાં તેઓને જેલહવાલે કરાયા હતા. સુત્રાપાડા તાલુકાના ખાંભા ગામે શિકારીઓએ મૂકેલા ફાંસલામાં સિંહબાળ સપડાઇ ગયું હતુ. એવામાં સિંહણે મુખ્ય આરોપી હબીબ શમશેર પરમારને ઇજા કરતાં આખું કાવત્રું છત્તું થયું હતુ. બાદમાં વન વિભાગે પોલીસની મદદ લઇને જુદા જુદા સ્થળોએથી કુલ 38 લોકોને ઝડપી પાડ્યા હતા.

ગીર સોમનાથમાં સિંહના 10 શિકારીઓના રિમાન્ડ પૂર્ણ, સરકારી વકીલ હાજર ન રહેતા કોર્ટે જેલ હવાલે કર્યા

સિંહના 10 શિકારી જેલહવાલે

એ પૈકી 9 ને સુત્રાપાડા કોર્ટમાં રજૂ કરાતાં કોર્ટે 5 દિવસના રીમાન્ડ પર સોંપ્યા હતા. બીજા દિવસે મુખ્ય આરોપીને રજૂ કરાયો હતો. તમામની પુછપરછ દરમિયાન પોરબંદર જિલ્લામાંથી પણ એક શખ્સને વન વિભાગે ઉઠાવી લીધો હતો. સરકારી વકીલ હાજર ન રહેતાં સિંહના 10 શિકારી જેલહવાલે, 5 દિવસના રીમાન્ડ પૂરા થતાં કોર્ટમાં રજૂ કરાયા હતા. જોકે, કોઈ કારણોસર સરકારી વકીલ હાજર ન હોઇ જેથી કોર્ટે તમામને જ્યુડીશિયલ કસ્ટડીમાં જેલહવાલે કર્યા છે. હાલ તમામને જૂનાગઢ જેલમાં મોકલી અપાયા છે.

ગીર સોમનાથમાં સિંહના 10 શિકારીઓના રિમાન્ડ પૂર્ણ, સરકારી વકીલ હાજર ન રહેતા કોર્ટે જેલ હવાલે કર્યા

38 આરોપીઓ પૈકીના બાળકો, સગીર, વૃદ્ધા કેસમાંથી બાકાત

વન વિભાગે પકડી પાડેલા 38 શિકારી પરિવાર પૈકી જેઓ બાળકો, સગીર અને વૃદ્ધા હતી. તેઓને કેસમાંથી બાકાત કર્યા છે. સુત્રોના કહેવા મુજબ, આ લોકો આરોપીઓના કુટુંબીઓ છે પણ તેઓને ગુનાની પ્રવૃત્તિમાં સામેલ ન હોઇ તેઓને બાકાત રખાયા છે.

Last Updated : Feb 10, 2021, 6:36 PM IST

ABOUT THE AUTHOR

...view details