પોલીસના જણાવ્યા મુજબ બાળા અન્ય બાળકો સાથે રમતી હતી, ત્યારે આરોપી યુવકે સગીરાને તેની માતા પાસે લઈ જવાનું કહી બાજુની બિલ્ડિંગના અગાસીના ભાગે લઇ ગયો હતો. જ્યાં બાળાને થપ્પડ મારીને અગાસી પરથી નીચે ફેંકી દેવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું.
ગીરસોમનાથમાં દુષ્કર્મનો આરોપી ગણતરીના કલાકોમાં જ જેલના હવાલે - rape case in gir somnath
વેરાવળમાં 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનારો નરાધમ આખરે પોલીસના સકંજામાં સપડાયો હતો. વેરાવળમાં સભ્ય સમાજને સ્તબ્ધ કરી દેતી અતિ ધૃણાસ્પદ ઘટના સામે આવી હતી. જેમાં સાત વર્ષની બાળાને એક નરાધમ યુવકે વાસનાનો શિકાર બનાવી હતી. જે આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો.
રાત્રીના જે જગ્યાએ બાળા રમતી હતી, તે જગ્યા એ મળી ન આવતા તેની માતાએ શોધખોળ આદરી હતી. દરમિયાન બનાવવાળી બિલ્ડિંગમાં બાળા રડતી હાલતમાં મળી આવી હતી અને બાળાએ તેની સાથે થયેલા કૃત્યની માતાને જાણ કરતાં પ્રથમ વેરાવળ બાદ જૂનાગઢ સરકારી હોસ્પિટલમાં બાળાને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.
સમગ્ર ઘટના અંગે ભોગ બનનાર બાળાની માતાની ફરિયાદના આધારે વેરાવળ પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. પોલીસે આરોપી અબ્દુલ ગની કુકસવાડિયાની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી છે.
પોલીસે આરોપી યુવક વિરુદ્ધ આઇ.પી.સી 376 ab,377, 506(2) તેમજ પોસ્કો એકટની કલમ 3a, 4,5(m),5(i),6 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે નાની ફૂલ જેવી બાળાને હવસનો શિકાર બનાવનાર આ હેવાન સામે ચોમેર ફિટકાર વરસાવાઈ રહ્યો છે. તો સાથે સભ્ય સમાજ ઘટનાના પગલે પોતાના બાળકોની સુરક્ષા માટે ચિંતિત બન્યો છે.