ગીર સોમનાથઃ એક તરફ રાજસ્થાનના ભાજપના 15 જેટલા ધારાસભ્યો ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે રાજસ્થાનમાં રાજકીય ઉથલપાથલ ચરમસીમાએ છે. રાજસ્થાનની રાજનીતિની અસર રાજસ્થાન કરતા ગુજરાતમાં વધારે જોવા મળી રહી છે. રાજસ્થાન ભાજપના 15 જેટલા ધારાસભ્યો ગુજરાતના સોમનાથ આવે તેવી સંભાવના છે.
રાજસ્થાન ભાજપના ધારાસભ્યો પહોંચી શકે છે સોમનાથ... - ગીર સોમનાથ
રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકિય સંકટ વચ્ચે ધારાસભ્યોને અલગ-અલગ જગ્યાએ લઇ જવામાં આવી રહ્યા છે. રાજસ્થાનમાં પેહેલા કોંગ્રેસે પોતાના ધારાસભ્યોને રાજસ્થાનની હોટલમાં રાખ્યા હતા, હવે રાજસ્થાન BJPના ધારાસભ્યોને ગુજરાતમાં લાવવામાં આવી રહ્યાની માહિતી મળી રહી છે, આ ધારાસભ્યોને સોમનાથ લાવવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે.
રાજસ્થાન ભાજપના ધારાસભ્યો ગમે ત્યારે સોમનાથ પહોચશે
ભાજપે અહીં 9 જેટલા રૂમ બૂક કર્યા છે. તો મળતી માહિતી પ્રમાણે પોરબંદર એરપોર્ટથી કેટલાક ધારાસભ્યો સોમનાથ જવા રવાના થયા છે. રાજસ્થાનના રાજકારણ કહી નથી શકાતું કે તે કઈ તરફ વળી રહ્યું છે, પરંતુ હવે રાજસ્થાન ભાજપના ધારાસભ્યોની રિસોર્ટ પોલિટીક્સ સોમનાથમાં ચાલી રહી છે.