ગુજરાત

gujarat

ETV Bharat / state

સોમનાથમાં વહેલી સવારે મેઘરાજે કર્યો સોમનાથ મહાદેવને જળાભિષેક - ચોમાસુ

ચોમાસા પહેલાંની પ્રિમોન્સૂન એક્ટિવિટી અને નિસર્ગ વાવાઝાડાં અસરથી થયેલાં હવામાનના પરિવર્તને સૌરાષ્ટ્રમાં વરસાદની શુકન કરાવી દીધાં છે. ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરે પણ આજે મેઘરાજાએ વહેલી સવારે મેઘરાજાએ જળાભિષેક કરી દીધો હતો.

સોમનાથમાં વહેલી સવારે મેઘરાજે કર્યો સોમનાથ મહાદેવને જળાભિષેક
સોમનાથમાં વહેલી સવારે મેઘરાજે કર્યો સોમનાથ મહાદેવને જળાભિષેક

By

Published : Jun 6, 2020, 1:59 PM IST

સોમનાથઃ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે વહેલી સવારની આરતી બાદ સોમનાથમાં મેઘરાજાની સવારી આવી પહોંચી હતી. આરતી બાદ જાણે સોમનાથમાં પડતો વરસાદ એ મહાદેવની આરાધનામાં વધુ એક વાદ્યસંગીત ઉમેરતું હોય તેવું દ્રશ્ય સર્જાયું હતું. સોમનાથમાં જાણે કે વરૂણ દેવ પોતે મહાદેવની આરાધના કરતાં હોય એ રીતે સોમનાથને વર્ષાના અમી બિંદુઓથી અભિષેક કરાય રહ્યો હોય તેવું મનમોહક દ્રશ્ય દેખાયું હતું.

સોમનાથમાં વહેલી સવારે મેઘરાજે કર્યો સોમનાથ મહાદેવને જળાભિષેક

ABOUT THE AUTHOR

...view details