ગુજરાત

gujarat

ETV Bharat / state

Rain in Gir Somnath : ગીર સોમનાથ જિલ્લામાં વરસાદી માહોલ, જૂઓ કેટલો પડ્યો પહેલો વરસાદ - Rain in Gir Somnath

ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાની મહેર જોવા મળી છે. તાલાળા, વેરાવળ, કોડીનાર સૂત્રાપાડા અને ઉનામાં વરસાદને પગલે ગરમીમાંથી છૂટકારો મળ્યો છે. જૂઓ કેટલો વરસાદ પડ્યો.

Rain in Gir Somnath : ગીર સોમનાથ જિલ્લામાં વરસાદી માહોલ, જૂઓ કેટલો પડ્યો પહેલો વરસાદ
Rain in Gir Somnath : ગીર સોમનાથ જિલ્લામાં વરસાદી માહોલ, જૂઓ કેટલો પડ્યો પહેલો વરસાદ

By

Published : Jun 15, 2022, 8:53 PM IST

ગીર સોમનાથ- ગીર સોમનાથ જિલ્લામાં પણ આજે મેઘમહેર થતી જોવા મળી રહી છે. જિલ્લાના તાલાળા, વેરાવળ, કોડીનાર સૂત્રાપાડા અને ઉના વિસ્તારમાં એકથી લઈને ત્રણ ઇંચ સુધીનો વરસાદ પડયો હતો. જેને લઇને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

ખેડૂતો પણ વાવણીજોગ વરસાદ થાય તેની રાહ જોઈ રહ્યા છે

આ પણ વાંચો- અહીં સતત ત્રીજા દિવસે પડી રહ્યો છે અનરાધાર વરસાદ...

વરસાદની સ્થિતિ -આજે ગીર સોમનાથ જિલ્લામાં પણ મેઘમહેર થતી જોવા મળી રહી છે. જિલ્લાના તાલાળા કોડીનાર સુત્રાપાડા ગીર ગઢડા ઉના વેરાવળ અને કોડીનારમાં 1 થી લઈને 3 ઇંચ સુધીનો વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક જોવા મળી રહી છે. તો બીજી તરફ જિલ્લાના તાલાલા શહેરમાં બે ઇંચ જેટલો ધોધમાર વરસાદ પડતા તાલાલાની બજારમાં વરસાદી પાણી ફરી વળ્યા હતાં.

આ પણ વાંચોઃ Rain In Rajkot : રાજકોટમાં પ્રથમ વરસાદે ઘરોમાં ઘૂસ્યા પાણી, મનપાની કામગીરી થઈ ઉઘાડી

સીઝનનો પહેલો વરસાદ - જિલ્લામાં આ વર્ષના ચોમાસાનો આ પ્રથમ વરસાદ છે. પરંતુ વાવણી લાયક વરસાદ હજુ થયો નથી. જેને લઇને ખેડૂતો પણ વાવણીજોગ વરસાદ થાય તેની રાહ જોઈ રહ્યા છે. પરંતુ ચોમાસાની શરૂઆતના દિવસોમાંજ એકથી લઈને ત્રણ ઈચ સુધીનો વરસાદ પડતાં આ વર્ષનું ચોમાસુ કૃષિ પાકો તેમજ પાણીને લઇને ખૂબ સારું રહેશે તેવો વિશ્વાસ ખેડૂતોમાં જોવા મળી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details