- ગીર સોમનાથમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ
- 1,03,000 હેક્ટર જમીનમાં મગફળીનું થયું વાવેતર
- 90 દિવસ સુધી થશે ટેકાના ભાવે ખરીદી
ગીર સોમનાથ: સમગ્ર રાજ્યમાં આજથી એટલે કે સોમવારથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે, ત્યારે મગફળીનીમાં ચાલુ વર્ષે ગીર સોમનાથ તંત્રએ એક નવો નિયમ અમલમાં મૂક્યો છે. જેમાં કમોસમી માવઠા કે વરસાદથી ખરીદેલી મગફળી ભીંજાઈ નહીં તેના માટે ખરીદીના દિવસે જ મગફળીને સ્ટોરેજ સુધી પહોંચાડી દેવામાં આવશે. આ ઉપરાંત CCTV હેઠળ આ તમામ પ્રક્રિયા રેકોર્ડ કરવામાં આવશે. આ સાથે જ સરકારના ઉપરી અધિકારીઓ આ તમામ પ્રક્રિયાઓનું નિયંત્રણ કરશે.