આ પહેલા પણ પુંજા વંશે 1,35,000 મત સાથે હાર્યા હોવાના કારણે તેમણે ફરી એકવાર ટિકિટ આપતા કોંગ્રેસ નેતાઓને હારની ભીતિ થઈ રહી છે. સાથે જ પુંજા વંશનું નામ જાહેર થતાની સાથે કોંગ્રેસમાં આંતરિક બળવો ઉભો થયો છે. ગીરસોમનાથના કોંગ્રેસના નેતાઓ એકબાજુ પુંજા વંશના વિરોધમાં દિલ્હી પહોંચ્યા છે. ત્યારે બીજી તરફ કોંગ્રેસના સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ બળવો પોકાર્યો છે. ત્યારે જો પુંજા વંશની ટિકિટ પાછી લેવામાં આવશે નહીં તો વિમલ ચુડાસમાએ અગ્રણીઓ અને નેતાઓને સાથે રાખીને કોઈ મોટું પગલું લેવા માટે કમર કસી છે.
જૂનાગઢ લોકસભાના ઉમેદવારની જાહેરાત સાથે કોંગ્રેસમાં આંતરિક બળવો
ગીર સોમનાથ: કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા દ્વારા મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. જેમાં તેઓ ધારાસભ્યોને વિશ્વાસમાં લીધા વિના જ કોંગ્રેસ દ્વારા જૂનાગઢ લોકસભાના ઉમેદવારની જાહેરાત કરવામાં આવી હતી. જૂનાગઢના કોંગ્રેસ ઉમેદવાર તરીકે પુંજા વંશની વરણી કરવામાં આવી છે. આ પુંજા વંશને બદલીને કોળી સમાજના કોઈ યુવા ચહેરાને ટિકિટ આપવા માટે સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા દ્વારા માંગ કરવામાં આવી હતી.
ડિઝાઈન ફોટો
વિમલ ચુડાસમાંએ જણાવ્યું હતું કે પુંજા વંશ યોગ્ય ઉમેદવાર નથી. આ પહેલા પણ તેઓ હાર્યા હતા. જેને લઈને તેમને ફરી એકવાર ચૂંટણી લડાવવામાં આવે તો જૂનાગઢની કોંગ્રેસના લાભવાળી સીટ હારવાનો તેમને ડર છે.