સોમનાથ :17મી એપ્રિલથી શરૂ થયેલો સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ આજે વિધિવત રીતે પૂર્ણ જાહેર થયો છે. વડાપ્રધાન મોદી વર્ચ્યુઅલ માધ્યમથી આ કાર્યક્રમમાં જોડાયા હતા. તેમણે બે રાજ્યોની સંસ્કૃતિ, ધર્મ અને પારિવારિક સંબંધોને જોડતા કાર્યક્રમો તરીકે આજના દિવસનો ખાસ ઉલ્લેખ કરીને બંને રાજ્યોની સંસ્કૃતિ અને લોકોને અભિનંદન પાઠવ્યા હતા.
Saurashtra Tamil Sangam program : સૌરાષ્ટ્ર તમીલ સંગમમ કાર્યક્રમનું થયું સમાપન, વડાપ્રધાન મોદી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા - સૌરાષ્ટ્ર તમીલ સંગમમ કાર્યક્રમ
સૌરાષ્ટ્ર તમિલ સંગમમ કાર્યક્રમની શરૂઆત 17મી એપ્રિલથી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતું બે રાજ્યોની ધાર્મિક સાંસ્કૃતિક અને પારિવારિક સંસ્કૃતિને જોડવાનો હતો. આજે આ કાર્યક્રમનો છેલ્લો દિવસ હતો, છેલ્લા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ વર્ચ્યુઅલ રીતે જોડાયા હતા અને બન્ને રાજ્યોને આવરીને સંબોધન કર્યું હતું.
વડાપ્રધાન મોદી વર્ચ્યુઅલ રીતે જોડાયા :સૌરાષ્ટ્ર તમિલ સંગમમ કાર્યક્રમ આજે 26 એપ્રિલના રોજ પૂર્ણ થયો છે. સોમનાથમાં આયોજિત સૌરાષ્ટ્ર તમિલ સંગમમ કાર્યક્રમમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ જોડાઇને વિધિવત રીતે કાર્યકર્મને પૂર્ણ કરાવ્યો હતો. નાગાલેન્ડ અને ઝારખંડના રાજ્યપાલની સાથે ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ, કેન્દ્રીય પ્રધાન પુરષોત્તમ રૂપાલા અને મીનાક્ષી લેખી સહિત રાજ્યના વરિષ્ઠ પ્રધાનો અને અધિકારીઓ સમાપન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન મોદીએ આ કાર્યક્રમને બે રાજ્યોની ધાર્મિક સાંસ્કૃતિક અને પારિવારિક સંસ્કૃતિને જોડતા કાર્યક્રમ તરીકે ઉલ્લેખ કર્યો હતો. મોદીએ તમિલનાડુના સંત તિરૂવલ્લુરનો પણ પોતાના ભાષણમાં ઉલ્લેખ કરીને તેમના યોગદાનને પણ યાદ કર્યું હતું. 1000 વર્ષ પછી આ કાર્યક્રમ ફળીભૂત થયો છે જેની પાછળ બે રાજ્યોની સંસ્કૃતિ અને પારિવારિક સંબંધોને વધુ મજબૂતી મળશે તેઓ આશાવાદ વડાપ્રધાન મોદીએ વ્યક્ત કર્યો છે.
મૂળ સૌરાષ્ટ્રના લોકોએ વ્યક્ત કરી ચિંતા :સૌરાષ્ટ્ર તમિલ સંગમમ કાર્યક્રમમાં હાજરી આપવા માટે મૂળ સૌરાષ્ટ્રના પરંતુ વર્ષો પૂર્વે અહીંથી તમિલનાડુ સ્થાયી થયેલા અને ત્યારબાદ તમિલનાડુથી પરત ગુજરાત આવેલા ગુજરાતી પરિવારોએ તેમને ફરી ગુજરાતની મુખ્ય ધારામાં સામેલ કરવામાં આવે તેવી માંગ કરી છે. મૂળ સૌરાષ્ટ્રના પરંતુ પાછલા 100 વર્ષ કરતાં વધુ સમયથી પરત સૌરાષ્ટ્ર આવેલા લોકો આજે ગુજરાતમાં કાયમી નિવાસ કરી રહ્યા છે. પરંતુ તેને સૌરાષ્ટ્રીયન તરીકેની ઓળખ આજે પણ રાજ્યની સરકાર આપતી નથી. જેનુ દુઃખ તેમણે વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે, રાજ્યની સરકાર અમને મૂળ સૌરાષ્ટ્રીયન તરીકે ફરી એક વખત ગુજરાતમાં માન્યતા આપે તો અમે કેન્દ્ર અને રાજ્ય સરકારના રુણી રહીશું.