ગુજરાત

gujarat

ETV Bharat / state

Somnath Circuit House: આજે વડાપ્રધાન મોદી સોમનાથ સર્કિટ હાઉસનું કરશે લોકાર્પણ

સોમનાથ નજીક 30 કરોડના ખર્ચે બનેલા સર્કિટ હાઉસ (Somnath Circuit House)નું વડાપ્રધાન મોદી આજે લોકાર્પણ કરશે, આધુનિક સોમનાથ સર્કિટ હાઉસનુ વડાપ્રધાન મોદી વર્ચ્યુઅલી લોકાર્પણ કરી સંબોધન કરશે.

Somnath Circuit House: આવતીકાલે વડાપ્રધાન મોદી સોમનાથ સર્કિટ હાઉસનું કરશે લોકાર્પણ
Somnath Circuit House: આવતીકાલે વડાપ્રધાન મોદી સોમનાથ સર્કિટ હાઉસનું કરશે લોકાર્પણ

By

Published : Jan 20, 2022, 6:04 PM IST

Updated : Jan 21, 2022, 7:34 AM IST

સોમનાથ: આજે વડાપ્રધાન મોદી સોમનાથ મંદિર નજીક બનાવવામાં આવેલા આધુનિક સર્કિટ હાઉસ (Somnath Circuit House)નું વર્ચ્યુઅલ માધ્યમથી જોડાઈને દિલ્હીથી લોકાર્પણ કરશે. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ (Cm patel on Somnath Circuit House) પણ ગાંધીનગરથી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાઈને સૌરાષ્ટ્રના સૌથી સારા અને સુવિધા સભર સરકારી આરામ ગૃહનુ લોકાર્પણ કરશે. અંદાજિત 30 કરોડ કરતાં વધુના ખર્ચે બનેલા ચાર માળના સર્કિટ હાઉસમાં વર્તમાન સમય અને સોમનાથ આવતા VVIP ઓની સગવડ (VVIP services at somnath circuit house) અને સુરક્ષાને ધ્યાને રાખીને આધુનિક ઢબે સર્કિટ હાઉસનું નિર્માણ કરવામાં આવ્યું છે.

આધુનિક સુવિધાઓની સાથે ખાસ સુરક્ષા

ચાર માળના આ સર્કિટ હાઉસમાં બે VVIP સ્યુટની સાથે 8 VVIP રૂમ, 24 ડીલક્સ રૂમની સાથે 200 વ્યક્તિને સમાવી શકાય તેવો કોન્ફરન્સ અને ઓડિટોરિયમ હોલ પણ બનાવવામાં આવ્યો છે. વડાપ્રધાન મોદી સોમનાથ ટ્રસ્ટના ચેરમેન (PM modi chairman of somnath) પણ છે, ત્યારે તેઓ અગાઉ પણ સોમનાથ આવી ચૂક્યા છે. આવી પરિસ્થિતિમાં તેવો કોઈ પણ સમયે સોમનાથ મુલાકાતે આવે તો વડાપ્રધાન દરજ્જાની વ્યક્તિની સુરક્ષા અને તેમની સુવિધાને ધ્યાને રાખીને બે VVIP સ્યુટ પણ ખાસ બનાવવામાં આવ્યા છે. જેમાં વડાપ્રધાન સહિતના મહાનુભાવોને રહેવા માટે અનામત રાખવામાં આવ્યા છે.

Last Updated : Jan 21, 2022, 7:34 AM IST

ABOUT THE AUTHOR

...view details