- વડાપ્રધાન મોદીની સોમનાથ ટ્રસ્ટના નવા પ્રમુખ તરીકે વરણી કરાઇ
- સોમનાથ ટ્રસ્ટની મળેલી બેઠકમાં લેવાયો નિર્ણય
- મોદીનો સોમનાથ સાથેનો અનેરો નાતો હવે પ્રમુખના રૂપે જોવા મળશે
ગીર સોમનાથ : સોમવારના રોજ સોમનાથ ટ્રસ્ટની બેઠક યોજાઈ હતી. જેમાં સોમનાથ ટ્રસ્ટના નવા પ્રમુખ તરીકે વડાપ્રધાન મોદીની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. મોદીની વરણી થતા સોમનાથમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. બે વખત આ બેઠક અનિવાર્ય સંજોગોને કારણે મુલતવી રાખવામાં આવી હતી. ત્યારે સોમવારે ફરી એક વખત મળેલી બેઠકમાં સોમનાથ ટ્રસ્ટના મોભાદાર પ્રમુખ તરીકે નરેન્દ્ર મોદીની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે.
સોમનાથ ટ્રસ્ટના નવા પ્રમુખ તરીકે વડાપ્રધાન મોદીની સર્વાનુમતે વરણી સોમનાથ ટ્રસ્ટને પ્રમુખના રૂપમાં બીજી વખત વડાપ્રધાન દરજ્જાની વ્યક્તિ મળી રહી છે
આજે બીજો પ્રસંગ છે કે, સોમનાથ ટ્રસ્ટને પ્રમુખના રૂપમાં વડાપ્રધાન દરજ્જાની વ્યક્તિ મળી રહી છે. અગાઉ પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈ પણ સોમનાથ ટ્રસ્ટના મોભાદાર પ્રમુખ અને સૌથી લાંબા કાર્યકાળ માટેના પ્રમુખ બન્યા હતા. ત્યારે સોમવારે નરેન્દ્ર મોદી સોમનાથ ટ્રસ્ટના પ્રમુખ બનતા બીજી વખત કોઈ વડાપ્રધાન દરજ્જાના વ્યક્તિ સોમનાથ ટ્રસ્ટના પ્રમુખ પદે આરૂઢ થવા જઈ રહી છે.
સોમવારે સોમનાથ ટ્રસ્ટની વર્ચ્યુઅલ બેઠક યોજાઇ સોમનાથ ટ્રસ્ટના પ્રમુખ બનવા બદલ અમિત શાહે નરેન્દ્ર મોદીને આપી શુભકામના
સોમનાથ ટ્રસ્ટના પ્રમુખ બનવા બદલ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટ્વીટરના માધ્યમથી શુભકામનાઓ આપી હતી.
સોમનાથ ટ્રસ્ટના પ્રમુખ બનવા બદલ અમિત શાહે નરેન્દ્ર મોદીને આપી શુભકામના