ગુજરાત

gujarat

ETV Bharat / state

પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથમાં મહાશિવરાત્રિને લઈને તડામાર તૈયારીઓ - ગીર સોમનાથ મહાશિવરાત્રી

ગીર સોમનાથમાં આવેલું સોમનાથ મંદિર ભાવિકો માટે મહાશિવરાત્રીએ સળંગ 42 કલાક ખુલ્લું રહેશે. કોરોનાની ગાઇડલાઈન મુજબ મહાશિવરાત્રીએ સોમનાથ મંદિરએ ભાવિકોએ માસ્‍ક પહેર્યુ હશે તો જ પ્રવેશ મળશે તેમજ ભાવિકોએ ઉભા રહેવાના બદલે ચાલતાં-ચાલતાં દર્શન કરી બહાર નીકળવાનું રહેશે.

સોમનાથ મંદિર મહાશિવરાત્રીએ 42 કલાક રહેશે ખુલ્લું
સોમનાથ મંદિર મહાશિવરાત્રીએ 42 કલાક રહેશે ખુલ્લું

By

Published : Mar 7, 2021, 2:18 PM IST

  • સોમનાથ મંદિર મહાશિવરાત્રીએ 42 કલાક રહેશે ખુલ્લું
  • ભાવિકોએ કોરોનાની ગાઇડલાઈનનું પાલન કરવાનું રહેશે
  • પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રહેશે

ગીર સોમનાથ: પ્રથમ આદિ જયોતિર્લીંગ સોમનાથ મહાદેવના સાંનિઘ્યે 11 માર્ચને ગુરૂવારે કોરોનાની ગાઈડલાઇનના પાલન સાથે મહાશિવરાત્રીની ઉજવણી કરવાનું આયોજન કરાયેલું છે. મહાશિવરાત્રીના દિવસે સોમનાથ મંદિરના દ્રાર ભાવિકો માટે વહેલી સવારે 04:00 વાગ્યે ખુલ્યા બાદ સળંગ 42 કલાક સુઘી ખુલ્લા રહેશે. જે દરમિયાન સોમનાથ મહાદેવને ઘ્વજારોહણ, ચાર પ્રહરની મહાપૂજા-આરતી, પાલખીયાત્રા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજવાનું આયોજન કરાયેલું છે. જયારે કોરોનાની પરસ્‍થ‍િતિને ધ્યાને લઈ મહાદેવના દર્શને આવતા ભાવિકોએ ફરજીયાત માસ્‍ક પહેરીને આવવાની સાથે કોરોનાની જાહેર ગાઈડ લાઈનનું ચુસ્‍ત પાલન કરવાનું રહેશે.

મહાશિવરાત્રીની ઉજવણી અંર્તગત ચાલી રહેલી તૈયારીઓ

અરબી સમુદ્ર કાંઠે બિરાજમાન દેવાઘિદેવ સોમનાથ મહાદેવના સાંનિધ્યે મહાશિવરાત્રીની ઉજવણી કરવા અંર્તગત ચાલી રહેલી તૈયારીઓ અંગે માહિતી આપતા મંદિર ટ્રસ્ટના અઘિકારી દિલીપ ચાવડાએ જણાવેલ કે, 11 માર્ચને ગુરૂવારે વહેલી સવારે 4 વાગ્યે સોમનાથ મંદિરના દ્રાર ભાવિકો માટે ખુલશે, ત્યારબાદ સળંગ 42 કલાક સુઘી ખુલ્લા રહયા બાદ બીજા દિવસે એટલે કે શુક્રવારની રાત્રે 10 વાગે બંઘ થશે.

આ પણ વાંચો:સોમનાથ મંદીરનો પ્રસાદ હવે ભાવિકોના ઘર સુધી પહોંચશે, પોસ્ટલ પ્રસાદ સેવાનો પ્રારંભ

મેડિકલ ટીમ પણ સેવામાં રહેશે

સમગ્ર વર્ષમાં કરેલી શિવપુજાઓ જેટલું પુણ્ય માત્ર શિવરાત્રીના દિવસે શિવ પૂજા-દર્શન કરવાની પ્રાપ્ત થતું હોવાથી તેને ધ્યાને લઈ ભાવિકો તત્કાલ શિવપુજન, ઘ્વજાપુજન મર્યાદિત સંખ્‍યામાં ભાવિકો કરી શકે તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. સવારે 9 વાગ્‍યે પાલખીયાત્રા નીકળશે જે ફકત પરીસરમાં જ ફરશે. શિવરાત્રીને લઈ સોમનાથ મંદિર અને પ્રવેશદ્રાર ખાસ સુગંધી જુદા-જુદા પુષ્પોથી અને રંગબેરંગી લાઈટીંગથી સુશોભીત કરી ઝળહળતું કરાશે. મંદિરે દર્શનાર્થે આવતા અશકત, દિવ્યાંગો, વૃઘ્ઘો માટે પાર્કીગથી મંદિર સુઘી વિનામુલ્યે રીક્ષાની વ્યવસથા તથા પરીસરમાં ઇ-રીક્ષા, વ્હીલચેરની સુવિઘા રાખવામાં આવશે. આ તકે ખાસ મેડિકલ ટીમને પણ તૈનાત રખાશે.

આ પણ વાંચો:પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં 2021નો પ્રથમ દિવસ, કોવિડને હરાવવા શ્રદ્ધાળુઓ કરી રહ્યા છે પ્રાર્થના

કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્‍ત પાલન કરવાનું રહેશે

વઘુમાં અઘિકારી દિલીપ ચાવડાએ જણાવેલ કે, પરીસરમાં લાંબા સમય સુઘી કોઇ ભાવિક બેસી શકશે નહીં. આરતીના સમયે પણ આવી જ રીતે ચાલતાં-ચાલતાં દર્શન કરવાના રહેશે. જયારે દર વર્ષે મંદિર બહાર હમીરજી સર્કલ આસપાસ પ્રસાદી માટે ચારેક સંસ્થાઓ દ્રારા ભંડારાનું આયોજન કરાય છે. ચાલુ વર્ષે ભંડારાઓનું સ્‍થળ બદલીને આ વર્ષે ચોપાટીના ગ્રાઉન્‍ડમાં ભંડારા યોજવાનું આયોજન કરાયેલું છે. જયારે સાંસ્‍કૃતિક કાર્યક્રમો શ્રી રામ મંદિરના ઓડિટોરીયમમાં મર્યાદિત લોકોની હાજરીમાં યોજાશે અને તેનું ડિજિટલ પ્‍લેટફોર્મ પર પ્રસારણ કરવાનું આયોજન કરાયેલું છે.

શિવરાત્રીએ સોમનાથ મંદિર ભાવિકો માટે સળંગ 42 કલાક ખુલ્લુ રહેશે

સોમનાથ મંદિર સવારે 4 વાગ્યે ખુલશે, 6 વાગે પ્રાત:મહાપૂજા-આરતી, 8:30 વાગે નુતન ઘ્વજારોહણ, 9 વાગે પાલખીયાત્રા (મંદિર પરીસરમાં), બપોરે 12 વાગ્‍યે મધ્યાહ્ન મહાપૂજા-આરતી, સાંજે 4 થી 8:30 શૃંગાર દર્શન, સાંજે 7 વાગે સાયં આરતી, પ્રથમ પ્રહર પૂજન-આરતી રાત્રિના 9:30 વાગ્યાથી, જયોતપૂજન રાત્રિના 10 વાગે, દ્રિતીય પ્રહર પૂજન-આરતી 11 વાગ્યાથી, તૃતિય પ્રહર પૂજન-આરતી રાત્રિના 2:45 વાગ્યાથી, ચતુર્થ પ્રહર પૂજન-આરતી વહેલી સવારના 4:45 વાગ્યાથી થશે.

ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાશે

મહાશિવરાત્રીના દિવસે ઝેડપ્‍લસ સુરક્ષા ધરાવતા સોમનાથ મંદિરે સુરક્ષામાં 1 DySP, 1 PSI, 45 પોલીસ જવાનો, 90 GRD જેમાં 40 મહિલા અને 50 જેન્ટ્સ તેમજ SRPની એક કંપની આ ઉપરાંત વધુ 3 PSI, 30 પોલીસ જવાનો બંદોબસ્તમાં તૈનાત રહેશે.

ABOUT THE AUTHOR

...view details