ગીર સોમનાથ : વેરાવળ શહેરના ભરચક ST બસ સ્ટેશન વિસ્તારમાં સમી સાંજના સમયે (firing in Veraval ST bus station) થયેલી ફાયરિંગની ઘટનામાં એક યુવાનનું મૃત્યુ થયું છે. પોલીસે ફાયરિંગની ઘટના બાદ સમગ્ર મામલામાં સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે. જે વ્યક્તિને ગોળીઓ મારવામાં આવી તેનુ વેરાવળ હોસ્પિટલમાં મૃત્યુ થયું છે. પોલીસને ઘટના સ્થળેથી ફાયરિંગમાં ઉપયોગમાં લેવાયેલું હથિયાર મોબાઇલ અને એક બાઈક પણ મળી આવી છે. (Veraval Crime News)
વેરાવળમાં સરાજાહેર ફાયરિંગમાં યુવાનનું મૃત્યુ આ પણ વાંચો જુહાપુરામાં કુખ્યાત નઝીર વોરા પર ફાયરિંગની ઘટના, સામસામે ગુનો નોંધી 5ની ધરપકડ
સમી સાંજે ફાયરિંગમાં મૃત્યુગીર સોમનાથ જિલ્લામાં ફાયરિંગની ઘટનામાં ભોગ બનનાર નિતેશ કટારીયા નામના યુવાનનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. ભરચક ST બસ સ્ટેશન વિસ્તારમાં ફાયરિંગની ઘટના બનતા લોકો ખૂબ ભયભીત (Firing in Veraval bus station) બની ગયા હતા. આ બનાવને લઈને તાબડતોબ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચીને સમગ્ર મામલામાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે, ત્યારે સતત અવરજવર અને લોકોની ચહલ પહલ વાળો વેરાવળનો ST બસ સ્ટેશન વિસ્તાર આજે ફાયરિંગથી ભયભીત બન્યો છે. (Youth death firing in Veraval)
આ પણ વાંચો પોરબંદરમાં ચૂંટણી ફરજ પર IRB જવાનોએ કર્યું સામ સામે ફાયરિંગ, બેના મોત
પોલીસે હાથ ધર્યુ સર્ચ ઓપરેશનપોલીસને સર્ચ ઓપરેશનમાં ઘટના સ્થળેથી ફાયરિંગમાં ઉપયોગમાં લેવાયેલો હથિયાર, મોબાઈલ ફોન અને એક બાઈક મળી આવ્યું છે. સ્થળ પરના તમામ દાર્શનિક પુરાવો એકત્ર કરવાની કામગીરી પણ પોલીસે શરૂ કરી દીધી છે. હાલ ફાયરિંગ કયા કારણોસર કરવામાં આવ્યું ફાયરિંગ કરનાર વ્યક્તિ કોણ હતા. તેને લઈને વેરાવળ પોલીસે તપાસ હાથ ધરી છે. (Veraval police)