ગુજરાત

gujarat

ETV Bharat / state

ગીર સોમનાથમાં રાત્રે 7.30 વાગ્યે બજાર બંધ કરવા પોલીસની અપીલ - રાત્રિ કરફ્યૂ

ગીર સોમનાથ જિલ્લામાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે ત્યારે જિલ્લામાં બુધવારે સતત 5મા દિવસે કોરોનાના કેસ 125ને પાર આવ્યા છે. જિલ્લામાં બુધવારે કોરોનાના નવા 128 કેસ નોંધાયા હતા. અહીં વેરાવળમાં 40, સૂત્રાપાડામાં 15, કોડીનારમાં 29, ઉનામાં 18, ગીરગઢડામાં 12, તાલાળામાં 13 કેસ નોંઘાયા હતા. સારી વાત તો એ છે કે, જિલ્લામાં બુધવારે એક પણ મૃત્યુ નથી થયું. આ સાથે જ સારવારમાં રહેલા 50 દર્દીઓ કોરોનાને મ્હાત આપી છે.

ગીર સોમનાથમાં રાત્રે 7.30 વાગ્યે બજાર બંધ કરવા પોલીસની અપીલ
ગીર સોમનાથમાં રાત્રે 7.30 વાગ્યે બજાર બંધ કરવા પોલીસની અપીલ

By

Published : Apr 29, 2021, 12:08 PM IST

  • વેરાવળ અને સોમનાથ શહેરમાં રાત્રિ કરફ્યૂનો અમલ શરૂ
  • જિલ્લામાં બુધવારે 2,183 લોકોનું વેક્સિનેશન કરાયું
  • જોડીયા શહેરમાં પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો

ગીર સોમનાથઃ જિલ્લામાં સતત કોરોનાના કેસ વધી રહ્યા છે. તો બીજી તરફ અહીં વેક્સિનેશનની પણ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. અત્યાર સુધીમાં જિલ્લામાં 1,54,828 લોકોનું વેક્સિનેસન કરાયું છે. બુધવારે 2,183 લોકોએ કોરોનાની વેક્સિન લીધી હતી.

વેરાવળ અને સોમનાથ શહેરમાં રાત્રિ કરફ્યૂનો અમલ શરૂ

આ પણ વાંચોઃઆણંદ શહેરમાં બજારો રહ્યા બંધ, કલેક્ટરના જાહેરનામાનો ચુસ્ત અમલ

પોલીસે દુકાનદારોને સમયસર ઘરે જવા અપીલ કરી

છેલ્‍લા અઠવાડિયાથી વેરાવળ-સોમનાથ શહેરમાં રેકોર્ડબ્રેક નવા કેસો આવી રહ્યા છે. ત્યારે જિલ્લામથક વેરાવળ-સોમનાથ જોડીયા શહેરમાં બુધવારથી રાત્રિ કરફ્યૂનો અમલ શરૂ કરવામાં આવ્યો છે. અહીં શહેરની બજારો સાંજે 7.30 વાગ્યાથી જ પોલીસે બંધ કરાવી લોકોને સમયસર ઘરે જવા અપીલ કરી હતી.

જોડીયા શહેરમાં પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો

આ પણ વાંચોઃરાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 14,120 કેસ નોંધાયા, 174ના થયા મોત

રાત્રિ કરફ્યૂના અમલ માટે પોલીસે વિશેષ પ્લાન બનાવ્યો

રાત્રિ કર્ફ્યૂની ચુસ્‍ત અમલવારી માટે શહેર પોલીસે વિશેષ પ્લાન તૈયાર કરી બંદોબસ્ત ગોઠવ્યો છે. શહેરના પ્રવેશદ્વાર પર પોલીસે ચેકિંગ શરૂ કર્યું છે. જ્યારે શહેરના મુખ્‍ય માર્ગો, ચોક અને વિસ્‍તારોમાં પોલીસ સ્‍ટાફ, હોમગાર્ડના જવાનોનો બંદોબસ્‍ત તહેનાત કર્યો છે. રાત્રિ દરમ્‍યાન જો કોઈ વ્યક્તિ કામ વગર બહાર નીકળશે તો તેની સામે જાહેરનામાના ભંગની કાર્યવાહી કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details