- આજે સોમનાથમાં વડાપ્રધાન મોદીએ લોકો માટે 4 પ્રકલ્પો ખુલ્લા મૂક્યાં
- માતા પાર્વતી અને અહલ્યાબાઈ મંદિર મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું
- કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને મુખ્યપ્રધાન રુપાણી રહ્યા ઉપસ્થિત
ન્યૂઝ ડેસ્ક: આજે શુક્રવારે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથ પ્રદર્શન ગેલેરી, જૂના સોમનાથ મંદિર અને વોક-વેનું લોકાર્પણ અને પાર્વતી મંદિરનો વર્ચ્યુઅલી શિલાન્યાસ કર્યો હતો. આગામી દિવસોમાં સોમનાથ મહાદેવ મંદિરે દર્શન માટે આવતા શિવભક્તો માટે નવા ચાર પ્રકલ્પો દેશના પ્રથમ જ્યોતિર્લિંગમાં દર્શનની સાથે ધાર્મિક યાત્રાનો અવસર પણ પૂરો પાડશે.
વડાપ્રધાન મોદીના ભાષણના અંશો વડાપ્રધાન મોદીના ભાષણના અંશો 80 કરોડ કરતાં વધુના ખર્ચે તૈયાર કરાયેલા ચાર પ્રકલ્પો લોકોને સમર્પિત
વડાપ્રધાન મોદીએ સોમનાથ મંદિર પરિસરમાં 30 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલા માતા પાર્વતી મંદિરનું શિલારોપણ કર્યું હતું. આ સાથે મંદિર અને સપાટીની આસપાસ બનાવવામાં આવેલો અંદાજિત 49 કરોડના ખર્ચે તૈયાર થયેલો વોક-વે સમુદ્ર દર્શનને સમર્પિત કર્યો હતો. અંદાજે 80 કરોડ કરતાં વધુના કામોને વડાપ્રધાને વર્ચ્યુઅલ માધ્યમથી અર્પણ કર્યું હતું. આ પ્રસંગે ગૃહપ્રધાન અને સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અમિત શાહ પણ જોડાયા હતા. આ સમગ્ર કાર્યક્રમમાં મુખ્યપ્રધાન રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પણ સોમનાથમાં હાજર રહ્યા હતા.
વડાપ્રધાન મોદી વર્ચ્યુઅલી સોમનાથમાં, જાણો વિકાસકાર્યોનું લોકાર્પણ કરતી વખતે શું કહ્યું ઓડિટોરિયમમાં સોમનાથના સુવર્ણ ઇતિહાસને રજૂ કરતો ગૌરવવંતો કાર્યક્રમ યોજાયો
સોમનાથ ટ્રસ્ટના ચેરમેન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથ મંદિર પરિસરમાં નવનિર્મિત થઈ રહેલા પાર્વતી માતાના મંદિરનો શિલારોપણ વિધિ કરી હતી. ત્યારબાદ સોમનાથ નજીક બનાવવામાં આવેલો સમુદ્ર દર્શન વોક-વે સોમનાથના પ્રાચીન અવશેષોને સાચવીને રાખવામાં આવેલું મ્યુઝિયમ તેમજ જૂના સોમનાથ તરીકે જાણીતું અહલ્યાબાઈ સ્થાપિત મંદિર લોકોના દર્શનાર્થે આજે લોકાર્પણ કર્યું હતું. રામ મંદિરમાં આવેલા ઓડિટોરિયમમાં સોમનાથના સુવર્ણ ઇતિહાસને રજૂ કરતો ગૌરવવંતો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં લોકોએ પ્રત્યક્ષ જોડાઈને સોમનાથના નવા પ્રકલ્પોના ઇતિહાસને નજર સમક્ષ માણ્યો હતો.
વડાપ્રધાન મોદીએ જે પ્રકલ્પોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો, માણો તેનો નજારો