- ગીર સોમનાથ જિલ્લામાં વાવેતરમાં નોંધાયો ધરખમ ઘટાડો
- વરસાદ ખેંચાયો સાથે તૌકતે વાવાઝોડું પણ ખેડૂતો માટે વિલન બન્યું
- ગત વર્ષે જૂન સુધીમાં 1,45,017 હેક્ટર વિસ્તારમાં થયું હતું વાવેતર
- આ વર્ષે માત્ર 46,864 હેક્ટર વિસ્તારમાં વાવેતર
ગીર સોમનાથ : જિલ્લામાં આ વર્ષે જગતના તાત (farmer) પર કુદરત જાણે કે રૂઠી હોય એવો માહોલ સર્જાયો છે. ગત વર્ષે જે વાવેતર થયું હતું તેની સરખામણીએ વાવેતર વિસ્તારમાં 1 લાખ હેક્ટરનો ઘટાડો (Reduction of 1 lakh hectare) થયો છે. ખાસ કરીને મે માસની મધ્યમાં જ તૌકતે વાવાઝોડું (Hurricane Taukte) ત્રાટક્યા બાદ ઉના, ગીરગઢડા અને કોડીનાર તાલુકામાં જમીન જ વાવેતર માટે તૈયાર કરી શકાય એવી સ્થિતી રહી નથી. ચોમાસાનું વહેલું આગમન (Early arrival of monsoon) થયાનું અનુમાન ખોટું સાબિત થતા ખેડૂતો (farmers) ને નુકસાન થવાની શક્યતા રહેલી છે.
આ પણ વાંચો : tauktae cyclone: 'તૌકતે' વાવાઝોડાથી થયેલા નુક્સાન બદલ મીઠાના ઉદ્યોગે રાહતની કરી માગ
ગત વર્ષની સાપેક્ષમાં નોંધાયેલો ઘટાડો
- ઉનામાં 32,298 સામે આ વર્ષે માત્ર 800 હેક્ટરમાં
- ગીરગઢડામાં 27,858 સામે આ વર્ષે 2,952 હેક્ટરમાં
- કોડીનારમાં 28,560 સામે આ વર્ષે 13,020 હેક્ટરમાં
- તાલાલામાં 15,796 સામે આ વર્ષે 3,807 હેક્ટરમાં
- સૂત્રાપાડામાં 19,369 સામે આ વર્ષે 13,135 હેક્ટરમાં
- વેરાવળમાં 21,140 સામે આ વર્ષે 13,150 હેક્ટરમાં વાવેતર નોંધાયું છે.