ગીર સોમનાથઃ જિલ્લાના વેરાવળ સટ્ટા બજારમાંથી આંગડીયા કર્મચારી સરમણ થેલામાં રૂપીયા 15 લાખ લઈ બાયપાસ પર એક વ્યક્તિને આપવા જતો હતો, રસ્તામાં દેવકાબ્રીજ પાસે થેલાની ચેઈન તૂટી જતાં તેમાંથી 5 લાખનું બંડલ રસ્તામાં પડી ગયેલ હતું. એ જ સમયે પાછળ બાઈકમાં આવી રહેલ ઈન્દ્રોઈ ગામના શિક્ષક તરીકે ફરજ બજાવતા યોગેશ રાવલે પડતા રૂપીયા જોયા તેણે એ વ્યક્તીને અવાજ કર્યો પણ ન સંભળાયો. તેણે પૈસાનું બંડલ રસ્તા પરથી લઈ મુળ માલીક એવા સરમણને આપવા ટોલબુથ સુધી પીછો કર્યો પણ સરમણ ના મળ્યો.
ગીર સોમનાથના વેરાવળમાં વ્યક્તિએ રસ્તા પર પડેલા 5 લાખ રૂપિયા પોલીસ કોન્સ્ટેબલની મદદથી એના મૂળ માલિક સુધી પહોચાડ્યા - person give back 5 lakh rupees
કોરોનાની મહામારી, લોકડાઉન, સામાનની કાળાબજારી, ભાંગી ચુકેલી આર્થિક સ્થિતિ વચ્ચે પણ હજૂ માનવતા જીવીત છે, તેનું ઉદાહરણ ગીર સોમનાથમાં જોવા મળ્યું હતું. જિલ્લાના મુખ્યમથક વેરાવળમાં રસ્તા પર મળી આવેલ 5 લાખ રૂપિયા યોગેશ રાવલ નામના વ્યક્તિએ પોલીસ જવાનોની મદદથી તેના માલિકને સુપ્રર્ત કર્યા હતા. આંગડીયા કર્મચારીના થેલામાં 15 લાખ રૂપીયા હોતા અને તેના બાઇક ચલાવતી વખતે 5 લાખ રૂપિયા રસ્તા પર પડી જતા પાછળ આવી શિક્ષક નરેન્દ્ર પટાટ અને અજિતસિંહ પરમાર નામના પોલીસ જવાનોનો સંપર્ક કરી મુળ માલીકને શોધી પૈસા સુપ્રત કર્યા હતા.
બાદ મિત્રોને જણાવ્યુ કે આ પાંચ લાખ મારે મુળ માલીકને પરત કરવા છે. તે દરમ્યાન સરમણને પોતાના પાંચ લાખ પડી ગયાની જાણ થતા તેણે ક્રાઈમબ્રાંચને જાણ કરી સીસીટીવી વગેરે ચેક કર્યા પણ પૈસાનો પત્તો ન લાગ્યો, બીજા દિવસે સવારે પોલીસની મદદથી યોગેશ પાંચ લાખ રૂપિયા સાથે પોલીસ સ્ટેશને પહોચ્યો અને સરમણને ફોન કરી બોલાવ્યો અને તારા પાંચ લાખ મને મળ્યા છે. તે પરત લઈ જા..ફોન આવતાં જ સરમણ એસપી કચેરીએ પહોચ્યો અને ક્રાઈમબ્રાંચના નરેન્દ્ર પટાટ અને અજીતસિંહ પરમારની હાજરીમાં આ પૈસા મુળ માલીકને સુપ્રત કર્યા હતા. આમ કોરોનાની મંદી અને આર્થિક ભીંસની નકારાત્મક પરિસ્થિતિઓની વચ્ચે પણ જીવીત માનવતા ગીર સોમનાથમાં સ્પષ્ટ જોવા મળી હતી.