ગુજરાત

gujarat

ETV Bharat / state

કમોસમી વરસાદની આગાહી, વેરાવળ યાર્ડની હજારો ગુણ મગફળી રામ ભરોસે... - હવામાનમાં પલટો

રાજ્યભરમાં જ્યારે હવામાનમાં પલટો નોંધાયો છે, ત્યારે સૌરાષ્ટ્ર અને ગીરસોમનાથમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. કાજલી માર્કેટિંગ યાર્ડમાં ભૂતકાળમાં 2 વખત કમોસમી વરસાદમાં ટેકાના ભાવે ખરીદાયેલી હજારો ગુણી મગફળી પલળ્યા બાદ પણ તંત્રએ કોઈ સબક ન લીધું હોય તેવું લાગી રહ્યું છે. યાર્ડમાં લાખો રૂપિયાની કિંમતની હજારો ગુણી મગફળી ખુલ્લા મેદાનમાં રાખવામાં આવી છે.

વેરાવળ યાર્ડમાં હજારો ગુણી મગફળી ભગવાન ભરોસે
વેરાવળ યાર્ડમાં હજારો ગુણી મગફળી ભગવાન ભરોસે

By

Published : Jan 28, 2020, 2:54 PM IST

Updated : Jan 28, 2020, 4:12 PM IST

ગીરસોમનાથ: એક તરફ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે, ત્યારે ગીરસોમનાથમાં ખરીદાયેલી ટેકાના ભાવની મગફળી વહીવટી તંત્રની નિષ્ક્રિયતાના કારણે ભગવાન ભરોસે પડી છે. ભુતકાળમાં 2 વખત આજ મેદાનમાં સરકારની ખરીદાયેલી મગફળીની ગુણો પલળવા પામી હતી, ત્યારે ત્રીજી વખત અગાહી બાદ પણ તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નથી આવી. હજારો મગફળીની ગુણીઓ ખુલ્લા મેદાનમાં આભ તળે રાખવામાં આવી છે.

વેરાવળ યાર્ડમાં હજારો ગુણી મગફળી ભગવાન ભરોસે

જ્યારે Etv ભારતની ટીમ યાર્ડમાં તપાસ કરવા પહોંચી હતી, ત્યારે કર્મચારીઓ દ્વારા મગફળીને પ્લાસ્ટિક વડે ઢાંકીને ફરજ નિભાવ્યાનો સંતોષ માનવામાં આવ્યો હતો. ત્યારે જો વરસાદ થાય તો સરકાર પુરવઠા તંત્રની એ રીતે ઝાટકણી કાઢી શકશે. જે રીતે પુરવઠા તંત્ર ખેડૂતોને જવાબ આપે છે તે જોવું રસપ્રદ રહેશે.

વેરાવળ યાર્ડમાં હજારો ગુણી મગફળી ભગવાન ભરોસે
વેરાવળ યાર્ડમાં હજારો ગુણી મગફળી ભગવાન ભરોસે
Last Updated : Jan 28, 2020, 4:12 PM IST

ABOUT THE AUTHOR

...view details