ગુજરાત

gujarat

ETV Bharat / state

સોમનાથમાં 45 કરોડના ખર્ચે બની રહ્યો છે મરીન ડ્રાઇવ સમાન પાથ-વે

સોમનાથ તીર્થમાં વિકાસના અનેક કામો પૈકીનો સૌથી ચર્ચાસ્પદ અને જેનું ખાતમુહૂર્ત ગૃહપ્રધાન અમિત શાહે કર્યું છે. દરિયા કિનારા પર 45 કરોડના અધ્ધ ખર્ચથી બની રહેલો પાથ-વે પુર્ણતાના આરે છે. 45 કરોડના ખર્ચે બનેલો પાથ-વે આગામી સમયમાં ખુલ્લો મુકાશે. ત્યારે મુંબઈના મરીન ડ્રાઇવ જેવો નજારો સોમનાથમાં ભાવિકો માણી શકશે અને કહી શકાય કે, આ પાથ-વે સોમનાથ મંદિર બાદ સૌથી મોટું ટુરિસ્ટ આકર્ષણ બની શકે છે.

Etv Bharat, Gujarati News, Gir Somanth News
સોમનાથમાં 45 કરોડના ખર્ચે બની રહ્યો છે મરીન ડ્રાઇવ સમાન પાથ-વે

By

Published : Nov 11, 2020, 7:38 AM IST

Updated : Nov 11, 2020, 9:42 AM IST

  • સોમનાથમાં 45 કરોડના ખર્ચે બની રહ્યો છે મરીન ડ્રાઇવ સમાન પાથ-વે
  • આ પાથ-વેનું ખાત મુહર્ત કેન્દ્રીય પ્રધાન અમિત શાહે કર્યું
  • પ્રસાદ યોજનાની ગ્રાન્ટમાંથી 45 કરોડના ખર્ચે બનશે પાથ-વે

ગીર-સોમનાથઃ સોમનાથ ટ્રસ્ટ એ દેશનું મહત્વનું ટ્રસ્ટ કહી શકાય કારણ કે, દેશના વડાપ્રધાન તેમજ કેન્દ્રના ગૃહ પ્રધાન સહિત દિગ્ગજો આ ટ્રસ્ટ સાથે જોડાયેલા છે. જેમાં અનેક વિકાસ કામો સોમનાથમાં ભારે ઝડપે ચાલી રહ્યા છે. જેમાં સૌથી મહત્વનો ગણાતો પ્રોજેક્ટ કેન્દ્ર સરકારની પ્રસાદ યોજનાની ગ્રાન્ટમાંથી 45 કરોડના ખર્ચે બનનારો પાથ-વે છે.

સોમનાથમાં 45 કરોડના ખર્ચે બની રહ્યો છે મરીન ડ્રાઇવ સમાન પાથ-વે

પાથ-વેનું ખાતમુહર્ત ક્યારે અને કોણે કર્યું?

આ પાથ-વેનું ખાત મુહુર્ત તા.6-12-2018 ના રોજ ટ્રસ્ટી અમિત શાહના હસ્તે કરાયું હતું. જે પાથ-વે સોમનાથ મંદીરથી ત્રિવેણી સંગમ સુધી સવા કીમી. લાંબા દરિયા કિનારા પર બની ચુક્યો છે અને અંતિમ તબક્કાની કામીગીર ચાલી રહી છે, ત્યારે ઉલ્લેખનીય છે કે, આ પાથ વે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટમાંનો એક માનવામાં આવે છે.

પાથ-વે બનશે સોમનાથના આકર્ષણનું કેન્દ્ર

આ પાથવે બનતાં સોમનાથમાં દરિયા કીનારા પર ડૂબી જવાની દુર્ઘટના પણ અટકશે સાથે દેશ વિદેશના ટુરિસ્ટો મુંબઈના મરીન પોઈન્ટ જેવો નજારો માણી શકશે. અહીં પાથ-વે સાથે સનસેટ પોઈન્ટ ,બેસવાની ખુરશીઓ, લાઈટીંગ સાથે મ્યુઝિક સિસ્ટમ્સ અને લોકો દરિયા કિનારા પર વોક પણ મોડી રાત સુધી માણી શકશે. રૂપિયા 45 કરોડના ખર્ચથી કેન્દ્રની પ્રસાદ સ્કીમનું કામ ટૂંક સમયમાં એક માસમાં પુર્ણ થવાનું છે.

કેન્દ્રની પ્રસાદ યોજના હેઠળ સોમનાથમાં અનેકવિધ કામો કરાયા

કેન્દ્રની પ્રસાદ યોજના હેઠળ સોમનાથમાં અનેકવિધ કામો કરાયા છે. જેમાં યાત્રિકોની સુવિધાઓ વધારવામાં આવી રહી છે. સોમનાથથી ત્રિવેણી સંગમ સુધી સવા કીલોમીટરનો વોક-વે બન્યો છે. 45 કરોડના આ પ્રોજેક્ટનું ખાત મુહુર્ત ટ્રસ્ટી અમિત શાહે કર્યું હતું. આ વોક-વેમાં સમુદ્ર દર્શન સનસેટ પોઈન્ટ સાથે બેસવાની સગવડ લાઈટિંગ મ્યુઝિક સિસ્ટમ સહિતની સુવિધા સાથે પુર્ણ થવા જઈ રહ્યો છે. મુંબઈના મરીન રોડ જેવો અહીં લોકો નજારો માણી શકશે. જેનું નવેમ્બરમાં કામ પુરૂ થશે અને લોકો માટે ખુલ્લો મુકાશે અને આ સુવિધાનો લાભ દેશ વિદેશના ટુરિસ્ટો લઈ શકશે.

Last Updated : Nov 11, 2020, 9:42 AM IST

ABOUT THE AUTHOR

...view details