- દીપડાના કારણે લોકો ભયભીત હતા
- દીપડાને ત્રણ દીવસની જહેમત બાદ પકડવામાં આવ્યો
- આખરે વન વિભાગે દીપડાને પાંજરે પૂર્યો
ગીર સોમનાથઃ કોડીનાર તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાઓનો ત્રાસ હોવાથી રાત્રીના સમયે અને વહેલી સવારના સમયે ખેડૂતો અને લોકો ગામમાંથી ખેતરે જવા સમયે અસુરક્ષાની લાગણી અનુભવતા હતા. આટલું જ તાલુકાના ગોહિલની ખાણ ગામના વાડી વિસ્તારમાં બની રહ્યું હતુ. જેમાં છેલ્લાં ઘણા દિવસોથી એક દીપડો વારંવાર ગોહિલની ખાણ ગામના વાડી વિસ્તાર સુધી વારંવાર આવી નાના પશુઓનું મારણ કરતો હોવાથી ખેડૂતો અને ગ્રામજનોમાં ભયની લાગણી પ્રસરી હતી.
ગ્રામજનોએ વન વિભાગને ફરીયાદ કરી આ પણ વાંચોઃ સાસણ ગીર વન વિભાગે દીપડાને રેડિયો કોલર પહેરાવવાની પ્રક્રિયા હાથ ધરી
ગ્રામજનોએ વન વિભાગને ફરીયાદ કરી
જો કે, દીપડાની રંજાડ અંગે ગ્રામજનોએ વન વિભાગને ફરીયાદ કરી હતી. જેના પગલે વન વિભાગે દીપડાને કેદ કરવા કવાયત હાથ ધરી ગામના વાડી વિસ્તારામાં જુદા જુદા સ્થળોએ મારણ સાથેના ચારેક પાંજરા મૂકી વોચ ગોઠવી હતી. છેલ્લા ત્રણ દિવસથી વન વિભાગનો સ્ટાફ દીપડાને કેદ કરવા મથી રહ્યો હતા. આ દરમિયાન આજે વહેલી સવારે એક વાડીમાં મૂકેલા પાંજરામાં દીપડો કેદ થયો હતો. જેના પગલે વન વિભાગ અને ગ્રામજનો-ખેડૂતોએ રાહતનો શ્વાસ લીઘો હતો.
આખરે વન વિભાગે દીપડાને પાંજરે પૂર્યો આ પણ વાંચોઃ ભરૂચના અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામમાં દીપડો દેખાતા સ્થાનિકોમાં ફફડાટ
ગ્રામજનોની માંગણી
અત્રે નોંઘનીય છે કે, જિલ્લાના કોડીનાર-સુત્રાપાડા તાલુકાની બોર્ડરના ગ્રામ્ય વિસ્તારોમાં ત્રણેક માસ પૂર્વે પર ખુંખાર દીપડાએ હિંસક હુમલો કરી એકાદ ગ્રામજનનું મૃત્યુ સાથે અનેકને ગંભીર ઇજાઓ પહોંચાડ્યાની ઘટના બની હતી. આ વિસ્તારમાં કાયમી દીપડાઓનો ત્રાસ રહેતો હોવાથી ગ્રામજનોમાં એક પ્રકારે ભયનો માહોલ સર્જાયો હતો. આ બાબતે વન વિભાગે આયોજનપૂર્વક દીપડાઓનો ત્રાસ કાયમી દૂર થાય તેવી કાર્યવાહી કરવા ગ્રામજનો માંગણી કરી રહ્યાં છે.