ત્રણ દીકરાઓ ન દેખાતા એક પિતા ભાંગી પડ્યા ગીર સોમનાથ : પાકિસ્તાની જેલમાં બંધ 200 જેટલા માછીમારોને પાકિસ્તાની સરકાર દ્વારા રવિવારના સવારે ભારતીય અધિકારીઓને વાઘા બોર્ડર પર સુપ્રત કરતા ત્યાંથી મુક્ત થયેલા માછીમારો ટ્રેન મારફતે વડોદરા અને બસ મારફતે વેરાવળ આવી પહોંચ્યા હતા. જ્યાં ઉપસ્થિત પરિવારજનો એ તેમના સ્વજન માછીમારોનું સ્વાગત કર્યું હતું. આજે મુક્ત થયેલા 200 માછીમારો છેલ્લા 4 વર્ષ કરતા વધુ સમયથી પાકિસ્તાનની જેલમાં બંધ હતા. ભારતીય માછીમારો માછીમારી દરમિયાન આંતરરાષ્ટ્રીય જળ સીમાનું સરતચૂકથી કરતા પાકિસ્તાની સત્તાવાળાઓએ ભારતના માછીમારોને બંધક બનાવીને કરાચીની જેલમાં ઠોંસી દીધા હતા. જેમાં એક પિતાના ત્રણ પુત્ર હજુ પણ પાકિસ્તાની જેલામાં હોવાથી ધીરજ ખૂટી પડી છે.
બે દેશો વચ્ચે વાતચીત બાદ થયો નિર્ણય :ભારત અને પાકિસ્તાન સરકારના વિદેશ મંત્રાલય દ્વારા પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય માછીમારોને મુક્ત કરવાને લઈને અંતિમ નિર્ણય કરાયો છે. જે પૈકી પાકિસ્તાનની જેલમાં બંધ 664 માછીમારો પૈકી 500 માછીમારોને મુક્ત કરવાનો નિર્ણય કરાયો છે. જેમાં પ્રથમ તબક્કામાં 15મી મેના દિવસે 198 ભારતીય માછીમારોને મુક્ત કરાયા હતા. તો આજે વધુ 200 જેટલા માછીમારોને મુક્ત કરવામાં આવ્યા છે. આગામી ત્રીજા તબક્કો કે જે જુલાઈમાં યોજાશે. તેમાં 100 જેટલા માછીમારોને મુક્ત કરવામાં આવશે. તેમ છતાં હજુ પાકિસ્તાનની જેલમાં ભારતના 164 જેટલા માછીમારો કેદ જોવા મળશે.
મુક્ત થયેલા માછીમારોનો વિસ્તાર :આજે પાકિસ્તાની કરાચી જેલમાંથી મુક્ત કરવામાં આવેલા ભારતીય માછીમારો પૈકી 96 માછીમારો ઉના વિસ્તારના કોડીનારના 28 તેમજ ગીર ગઢડાના 03 માછીમારોનો સમાવેશ થાય છે. વધુમાં સુત્રાપાડાના 01, દ્વારકાના 31, પોરબંદરના 04, જૂનાગઢના 03 અને નવસારીના 05 મળીને કુલ 171 માછીમારો ગુજરાતના હોવાનું સામે આવ્યું છે. વધુમાં બિહારના 03, સંઘ પ્રદેશ દીવના 15, મહારાષ્ટ્રના 06, ઉત્તર પ્રદેશના 05 મળીને કુલ 200 માછીમારોને આજે મુક્ત કરવામાં આવ્યા છે.
ત્રણ પુત્રના પિતાના વલોપાત :દેવભૂમિ દ્વારકાના માછીમાર પિતાની આજે ધીરજ ખુટી પડી હતી. પાકિસ્તાન જેલમાંથી મુક્ત કરવામાં આવેલા 200 માછીમારોમાં તેમના ત્રણ પુત્ર જોવા નહીં મળતા પિતા નિરાશ થયા છે. કોરોના સમય દરમિયાન દ્વારકાથી માછીમારી કરવા નીકળેલા તેમના ત્રણેય પુત્રો સાથેની બોટ પાકિસ્તાની પોલીસે કચ્છના ઝંખો નજીકથી પકડી પાડીને કરાંચીની લોધી જેલમાં માછીમારોને મોકલી આપ્યા હતા. જેમા તેમના ત્રણેય પુત્રો પણ છેલ્લા બે વર્ષથી પાકિસ્તાનની જેલમાં છે. અદ્રેમાનભાઈ પુત્રોની રાહ બે વર્ષથી જોઈ રહ્યા છે, ત્યારે તાકિદે તેમના પુત્રને પણ હવે છોડવામાં આવે તેવી માંગ ત્રણેય માછીમારોના પિતા અદ્રેમાનભાઈ કરી રહ્યા છે.
- Gujarat fishermen Released : ગુજરાતના 200 માછીમારો પાકિસ્તાન જેલમાંથી મુક્ત, વડોદરાથી વતન રવાના થતાં વ્યક્ત કરી આશા
- Vadodara News: પાકિસ્તાનની જેલમાં બંધ 184 માછીમારો ભારત પરત, કહ્યું ડિસિપ્લિન ન રાખીએ તો માર મારતા
- Indian Fishermen : પાકિસ્તાન સરકારએ જેલમાં બંધ ભારતીય માછીમારો મુક્ત કરવાનો કર્યો નિર્ણય