સોમનાથ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન આગામી પહેલી તારીખે યોજાવા જઈ રહ્યું છે, ત્યારે સોમનાથ વિધાનસભા બેઠક પર અપક્ષ ઉમેદવાર તરીકે ડો ઈશ્વર સોનેરી ચૂંટણી લડી રહ્યા છે. તેઓ આધુનિક પ્રચાર માધ્યમથી (PA system Election campaigning in Somnath) દુર રહીને આજથી ત્રણ દશકા પૂર્વે જે પ્રકારે ચૂંટણી પ્રચાર થતો હતો. તેને નજર સમક્ષ લાવી સોનેરીએ ત્રણ દશકા પૂર્વેની યાદ તાજી કરાવી દીધી હતી. ચૂંટણી પ્રચાર માટે ઉપયોગમાં લેવાતા પીએસ સિસ્ટમથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. જે સોમનાથ બેઠકના મતદારોને આકર્ષી રહ્યો છે. (Somnath assembly seat)
આફતની જાણકારી માટે લેવાતું માધ્યમઆ પ્રકારની ચૂંટણી પ્રચાર સામગ્રી દ્વારા ભાવનગરના રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયાના કાર્યકર અને પાછલા પચ્ચીસેક વર્ષથી ભાવનગરની મોટાભાગની ચૂંટણીઓ લડી ચૂકેલા અર્જુન મેસવાણિયા તેના ચૂંટણી પ્રચારમાં એકમાત્ર પબ્લિક એડ્રેસ સિસ્ટમ એટલે કે જાહેરમાં લોકોને સંબંધિત કરી શકાય તે પ્રકારની બેટરી દ્વારા સ્વચાલિત પ્રચાર માધ્યમથી ચૂંટણીમાં તેમનો પ્રચાર કરી રહ્યા હતા. વર્ષો પૂર્વે ચૂંટણી પ્રચાર આધુનિક ન હતો ટેકનોલોજી ચૂંટણી પ્રચારથી ખૂબ દૂર હતી. તેવા સમયે માઈક અને પબ્લિક એડ્રેસ સિસ્ટમ દ્વારા મતદારો સુધી જે તે ઉમેદવાર, પક્ષો પોતાની વાત પહોંચાડતા હતા. (Somnath Assembly Candidate)