ગીર-સોમનાથ: સુત્રાપાડા તાલુકાના ગુંદાળા ગામે રહેતા ભરતભાઈ વાળાના પત્ની હંસાબેનને (ઉ.વ. 26) સંતાનમાં બે પુત્રો છે. ગત રોજ તેઓ તાલાલા સરકારી આરોગ્ય કેન્દ્રમાં કુંટુંબ નિયોજનનું ઓપરેશ કરાવવા આવ્યા હતા. ઓપરેશન થિયેટરમાં લઈ જવાયા બાદ હંસા બેનને બેહોશી માટે ઈન્જેક્શન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ તબીબોએ તેમના પરિવારજનોને જણાવ્યું કે, હંસાબેનની હાલત ગંભીર છે, જેથી તેને વધુ સારવાર માટે વેરાવળ લઈ જવા પડશે. પરિવારજનો હંસાબેનને વેરાવળ લાવ્યા હતાં, જ્યાં ફરજ પરના તબીબોએ હંસાબેનને મૃત જાહેર કર્યા હતા.
કુટુંબ નિયોજનના ઓપરેશનને કારણે એક પરિવારનો માળો વિખાયો - woman died
ગીર-સોમનાથના તાલાલા આરોગ્ય કેન્દ્રમાં કુટુંબ નિયોજનના ઓપરેશન માટે આવેલી મહિલાનું ઓપરેશન થાય તે પહેલાં જ તેનું મોત થયું હતું. મહિલાને ઈન્જેક્શન અપાયા બાદ તેનું મૃત્યુ થતાં તેના પરિવારજનોએ ડોક્ટર પર બેદરકારીનો આક્ષેપ કર્યો હતો અને મૃતદેહને જામનગર પોસ્ટમોર્ટમ માટે ખસેડવાનો પરિવારે નિર્ણય કર્યો હતો.

કુટુંબ નિયોજનનું ઓપરેશન
આ ઘટના બાદ હંસાબેનના પરિવારજનોએ ડોક્ટરની બેદરકારીના કારણે મૃત્યુ થયું હોવાનો આક્ષેપ કર્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જામનગર લઈ જવામાં આવ્યો હતો. આ ઘટના અંગે તાલાલા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે. પોલીસનું કહેવું છે કે, જામનગરથી પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યા બાદ જ આ અંગે વધુ માહિતી જાણી શકાશે કે આ મૃત્યુ કુદરતી હતું કે બેદરકારીનું પરિણામ.
કુટુંબ નિયોજનના ઓપરેશનને કારણે એક પરિવારનો માળો વિખાયો
Last Updated : Feb 1, 2020, 10:50 PM IST