- વર્ષ 1965માં આજના દિવસે ગીર જંગલ વિસ્તારને રાષ્ટ્રીય અભ્યારણ જાહેર કરાયું હતું
- અભયારણ્ય જાહેર થયા પછી ગીરમાં સિંહોની સંખ્યા અને પ્રવાશન ગતિવિધિ ને મળી રહ્યો છે વેગ
- જંગલ વિસ્તાર અભયારણ્ય જાહેર થતાં સિંહની સાથે જંગલી સુરક્ષા પણ બની સુનિશ્ચિત
- 30,000 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં 600 કરતાં વધુ સિંહો કરી રહ્યા છે વસવાટ
જૂનાગઢ: 18 સપ્ટેમ્બર 1965ના દિવસે ગીર જંગલ વિસ્તારને અભ્યારણ જાહેર કરવામાં આવ્યું હતું ત્યાર થી લઈને આજ સુધી ગીરમાં અનેક પરિવર્તનો કરવામાં આવ્યા છે. વર્ષ 1965 માં 3,12,459.11 એકર જમીન વિસ્તારમાં ગીરનું જંગલ જોવા મળતું હતું ત્યારબાદ અભ્યારણ જાહેર થતા વર્ષ 1971માં ગણતરીના અંતે અભ્યારણમાં 129 જેટલા નેશોમાં 845 કુટુંબો વસવાટ કરતા હતા જેને ગીર અભ્યારણની બહાર વસાવવામાં આવ્યા હતા. હાલ ગીર અભયારણ્યની અંદર 54 જેટલા નેશ હજુ પણ અસ્તિત્વ ધરાવી રહ્યા છે સાથે સાથે 14 જેટલા ગામો સેટલમેન્ટ ગામો તરીકે અભ્યારણમાં જોવા મળે છે. વર્ષ 1965માં ગીર જંગલમાં 165 જેટલા સિંહો જોવા મળતા હતા, જે આજે અભ્યારણ બનવાને કારણે 600ની સંખ્યાને પાર કરી ચૂક્યા છે અને અભયારણ્ય જાહેર થયા બાદ ગીરમાં પ્રવાસન પ્રવૃતિઓ પણ ખૂબ જ વેગવંતી બની જેને કારણે ગીરની સાથે સિંહો ને પણ નજીકથી જોવાનો અને જાણવાનો મોકો વિશ્વના પ્રવાસીઓને મળી રહ્યો છે જેના થકી રાજ્ય સરકારને દર વર્ષે અંદાજીત 11 કરોડ કરતાં વધુની આવક થઇ રહી છે. આ તમામ હકારાત્મક પાસાઓ ગીરને અભયારણ્ય જાહેર કર્યા બાદ જોવા મળી રહ્યા છે અને હજુ ગીરમાં સતત પરિવર્તન જોવા મળી રહ્યું છે તેને કારણે આજે ગીર સમગ્ર દેશ અને દુનિયાની શાન બની રહ્યું છે.
1911 વર્ષ પછી સિંહોની સંખ્યામાં વધારો
વર્ષ 1911 બાદ ગીરમાં સિંહોની સંખ્યામાં સતત વધારો થયો છે. 1911 પહેલા ગીરમાં સિંહનો શિકાર સામાન્ય વાત હતી આવી પરિસ્થિતિમાં સિંહોની સંતતિ સંકટગ્રસ્ત બની ગઈ હતી. જૂનાગઢના નવાબના સહકારથી સિંહોને ગીરમાં ફરી નવજીવન મળ્યું હતું. ગીરમાં શિકાર જેવી તમામ ગતિવિધિઓ પર અંકુર આવે તે માટે વન વિભાગ આધુનિક ટેકનોલોજી અને હથિયારના સહારે તેમજ જંગલમાં પગપાળા પેટ્રોલિંગ કરીને પણ સંભવિત શિકાર કે ગેરકાયદેસર સિંહ દર્શનની તમામ ગતિવિધિઓ પર અંકુશ મેળવવામાં સફળતા મળી છે. વર્ષ 2018માં આ જ પ્રકારના ગુનામાં સામેલ કેટલાક આરોપીને જેલની સજા પણ કરાવવામાં વન વિભાગ સફળ રહ્યું હતું.
આજના દિવસે વર્ષ 1965માં ગિરને જાહેર કરાયું હતું રાષ્ટ્રીય અભ્યારણ્ય આ પણ વાંચો : નવું પ્રધાન મંડળ બનતા વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં કરાયો ફેરફાર, 80 જેટલા પ્રશ્નો રદ્દ કરવામાં આવ્યા
દર પાંચ વર્ષે થતી સિંહોની વસતિ ગણતરીમાં પ્રત્યેક ગણતરી વખતે થઈ રહી છે સિંહોની સંખ્યામાં ઉત્સાહજનક વધારો
વર્ષ 1990થી ગણતરી કરીએ તો તે વર્ષે 300 ચોરસ કિલોમીટરના જંગલમાં 284 જેટલા સિંહો જોવા મળતા હતા જેમાં દર પાંચ વર્ષે સિંહોની સંખ્યામાં વધારાની સાથે જંગલ વિસ્તારમાં પણ ખૂબ મોટો વધારો થઈ રહ્યો છે. વર્ષ 1990માં 300 ચોરસ કિલોમીટર વિસ્તારના જંગલમાં 284 જેટલા સિંહો જોવા મળતા હતા જ્યાંરે વર્ષ 2020માં 30,000 હજાર ચોરસ કિલોમીટરના વિસ્તારમાં 674 જેટલા સિંહ વસવાટ કરી રહ્યા છે. આ સફર વર્ષ 1911માં શરૂ થઈ હતી અને આજે 2020 માં ખૂબ સારા પરિણામો સાથે વધુ આગળ વધી રહી છે. વર્ષ 1911માં માત્ર ગીર અને જૂનાગઢમાં જોવા મળતાં સિંહો આજે સૌરાષ્ટ્રના 9 જીલ્લાના 53 તાલુકાઓમાં જોવા મળી રહ્યા છે આટલી મોટી સફળતા ગીરમાં વસતા માલધારીઓને પણ જાય છે. વન વિભાગ દ્વારા સિંહોના ખોરાક-પાણી અને સુરક્ષાને લઇને કેટલીક સચોટ કામગીરી કરવામાં આવી રહી છે જેને કારણે આજે એક માત્ર ગીર અને જે તે સમયે જૂનાગઢમાં જોવા મળતા જંગલના રાજા જૂનાગઢ સહીત અમરેલી ભાવનગર પોરબંદર ગીર સોમનાથ જિલ્લાના વિસ્તારમાં આજે પણ જોવા મળી રહ્યા છે.
ગીરના ગામો સિંહને સાચવવાનો કરી રહ્યા છે ગર્વ છે ગીર છે તો સિંહ છે સિંહ છે તો ગીર છે આ ઉક્તિને કરી રહ્યા છે સાર્થક
ગીરમાં આજે પણ સિંહ છે તો ગીર છે અને ગીર છે તો સિંહ છે આવી દ્રઢ માન્યતા સાથે ગિરના નેસ અને સેટલમેન્ટ ગામોના લોકો અભ્યારણમાં આજે પણ વસવાટ કરી રહ્યા છે. ગીર પુર્વના ભેરાઇ ગામમાં સમગ્ર વિશ્વનું પ્રથમ સિંહનું સ્મારક બનાવવામાં આવ્યું છે આ સ્મારક સ્પષ્ટ દર્શાવી જાય છે કે ગીરમાં સિંહ શું મહત્વ રાખે છે. ભેરાઈ ગામના સિંહ પ્રેમી ભીખુભાઇ બાટાવાળા જણાવે છે કે, "સિંહને સાચવવાનું જે અભિમાન ગીરને છે તે કદાચ અન્ય જગ્યા પર કોઈપણ ને નહીં હોય". કથીવદર ગામના સરપંચ નરસીભાઇ વાઘ પણ સિંહ પ્રેમી વ્યક્તિ છે તેઓ પણ સિંહને લઇને સતત જાગૃત અને ઉત્સાહિત જોવા મળે છે. બલિયાવડના સિંહ પ્રેમી જયદીપ ઓડેદરા પણ જણાવી રહ્યા છે કે," જો અમારા ગામમાં સિંહ ન હોત તો આજે અમારું બલિયાવડ લોકોની નજરમાં પછાત ગામ તરીકે આજે પણ ઓળખાતું હોત સિંહ છે માટે બલિયાવડ અને આજે પણ લોકો ઓળખી રહ્યા છે. ધારી નજીકના મોરજર અને ગોપાલ ગામમાં દીપડાના હુમલાને લઈને લોકોમાં અને ખેડૂતોમાં રોષ જોવા મળે છે પરંતુ વાત જ્યારે સિંહની આવે ત્યારે આ બંને ગામના લોકો પણ સિંહને આદર આપવાનું આજે પણ ચૂકતા નથી"
આ પણ વાંચો :જ્યારે મહાત્મા ગાંધીએ શર્ટ-ટોપી છોડી ધોતી અપનાવી, મદુરાઈ સાથે છે કનેક્શન
પ્રતિવર્ષ 6 લાખ કરતાં વધુ પ્રવાસીઓ ગીરની મુલાકાત કરે છે જેની સામે સરકારને થાય છે 11 કરોડ કરતાં વધુની આવક
વર્ષ 1965માં સાસણ સિંહ સદન થી પ્રવાસીઓને આકર્ષવા માટે સિંહ દર્શનની શરૂઆત કરવામાં આવી હતી. એશિયામાં જોવા મળતા સિંહોને જંગલમાં મુક્ત મને જોવા માટે પ્રવાસીઓનો ધસારો આજે પ્રતિવર્ષ છ લાખની આસપાસ જોવા મળે છે. સિંહ દર્શનને લઈને પ્રવાસીઓનો હકારાત્મક પ્રતિભાવ અને લોકોને સિંહ પ્રત્યેની ઉત્સુકતા અને સિંહને નજીકથી જોવાની અને જાણવાની તાલાવેલીને કારણે આજે સાસણ સિવાય દેવડીયા આંબરડી અને ગીરનાર નેચર સફારીની પણ રાજ્ય સરકારના પ્રયાસોથી વનવિભાગે શરૂઆત કરી છે. 1965માં માત્ર સાસણમાં જ જોવા મળતા સિંહ હવે દેવળીયા આંબરડી અને ગિરનાર નેચર સફારીમાં પણ જોવા મળી રહ્યા છે. બે જ વર્ષ પૂર્વે આંબરડી અને ગિરનાર નેચર સફારી શરૂ થઇ છે જેને પણ પ્રવાસીઓનો ખૂબ સારો સહકાર મળી રહ્યો છે. સાસણ સિંહ દર્શન ખાતે અંદાજિત એક વર્ષમાં અંદાજીત 5 થી લઇને 6 લાખ પ્રવાસીઓ સિંહોને જોવા માટે આવતા હોય છે, જેના થકી વન વિભાગને પ્રતિવર્ષ 11 કરોડ કરતાં વધુની આવક થતી જોવા મળે છે. વન વિભાગને થયેલી આવક ગીર વિસ્તારના સિંહોના સંવર્ધન અને સિંહોની સુરક્ષા પાછળ કરવામાં આવી રહી છે સિંહોની સુરક્ષા આજે આધુનિક ઢબે પણ થઈ રહી છે જેમાં રેડિયો કોલર જીપીએસ અને સીસીટીવી ના માધ્યમથી પણ સિંહોની અવર-જવર અને તેની સતામણી પર ચોક્કસ નજર રાખવામાં આવી રહી છે.