ગુજરાત

gujarat

ETV Bharat / state

શ્રાવણના બીજા સોમવારે સોમનાથ મંદિરમાં ભાવિકોની લાગી લાંબી કતારો - ગીર સોમનાથ

કોરોનાના કેસ ઘટતા શ્રાવણ મહિનામાં મંદિરોમાં ભક્તોની લાંબી લાઇનો લાગી રહી છે, ત્યારે આજે શ્રાવણ મહિનાના બીજા સોમવારે સોમનાથ મંદિરમાં ભક્તોના ટોળેટોળા ઉમટ્યા હતા. ભાવિકો કોરોનાની ગાઇડલાઇન મુજબ પ્રથમ પાસ કઢાવ્‍યા બાદ સોશ્યલ ડીસ્ટન્સમાં લાઇનમાં દર્શન માટે ઉભા રહ્યા હતા.

સોમનાથ મંદિર
સોમનાથ મંદિર

By

Published : Aug 16, 2021, 3:35 PM IST

  • શિવ ભક્તોના હર હર મહાદેવના નાદથી મંદિર-પરિસરનું વાતાવરણ શિવમય બની ગયુ
  • સવારે મહાદેવને પીતાંબર અને પુષ્પનો મનમોહક શૃંગાર કરવામાં આવ્યો
  • બીજા સોમવારે અલગ-અલગ પૂજા અને પાઠ કરવામાં આવ્યા

ગીર-સોમનાથ: કોરોનાની મહામારીના ઘટી ગયેલા કહેર વચ્‍ચે આજે પવિત્ર શ્રાવણ માસના દ્વિતીય સોમવારે પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડતા લાંબી લાઈનો લાગી હતી. સવારના પહોરમાં જ હજારો ભાવિકોએ મહાદેવ પાસે શીશ ઝુકાવી પુણ્‍યનું ભાથુ બાંધ્યું હતું. આજે સવારે મહાદેવને પીતાંબર અને પુષ્પનો મનમોહક શૃંગાર કરવામાં આવ્યો હતો.

સોમનાથ મંદિર

આ પણ વાંચો- શિવલિંગ પર શાં માટે ચડાવવામાં આવે છે બીલીપત્ર, જાણો...

ૐ નમઃ શિવાયના નાદથી વાતાવરણ શિવમય બન્યુ

આજે શ્રાવણ માસનો બીજો સોમવાર હોવાથી વહેલી સવારે 4 વાગ્યે સોમનાથ મંદિરના દ્વાર ખૂલ્યા તે સમયે મોટી સંખ્યામાં હાજર શિવ ભકતોના હર હર મહાદેવ.... ૐ નમઃ શિવાયના નાદથી વાતાવરણ શિવમય બની ગયુ હતું. સોમનાથ મંદિરે આવનાર ભાવિકો કોરોનાની ગાઇડલાઇન મુજબ પ્રથમ પાસ કઢાવ્‍યા બાદ સોશ્યલ ડીસ્ટન્સના રાઉન્ડ મુજબ કતારબંધ લાઇન પર ચાલી શીશ ઝુકાવી રહ્યા હતા.

સવારે સાડા ચાર વાગ્યે મંદિરના દ્વાર દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવ્યા

આજે સવારે સાડા ચાર વાગ્યે મંદિરના દ્વાર દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવ્યા હતા. જયારે સવા છ કલાકે મહાપુજન કર્યા બાદ સવારે સાત વાગ્યે આરતી, પોણા આઠ વાગ્યે સવાલાખ બીલીપૂજન, નવ વાગ્યે રૂદપાઠ, મૃત્યુંજય પાઠ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો- ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં ફરી એકવાર સર્જાયો વિવાદ, પુજારીઓએ કર્યો હંગામો

શૃંગારના દર્શન કરી શિવભકતો ભાવવિભોર બન્યા હતા

સવારે 7:30 બાદ મંદિર બહાર મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડયા હોવાથી લાંબી કતાર લાગેલી જોવા મળી હતી. સવારે મહાદેવને પીતાંબર અને પુષ્પનો મનમોહક શૃંગાર કરવામાં આવ્યો હતો. આ મનમોહક શૃંગારના દર્શન કરી શિવભકતો ભાવવિભોર બની ગયા હતા. આમ, બીજા સોમવારે સોમનાથ સાનિધ્ય શિવમય બની ગયુ હતુ.

ABOUT THE AUTHOR

...view details