ગુજરાત

gujarat

મહાશિવરાત્રીએ સોમનાથ મંદિરે શિવભક્તોનો મહાસાગર છલકાયો

By

Published : Mar 14, 2021, 10:44 PM IST

મહાશિવરાત્રી દેવાધિદેવની ભક્તિનો અનેરો અવસર છે. રત્નાકર સમુદ્ર જેમનું ચરણ પ્રક્ષાલન કરી રહ્યો છે, તેવા દેવાધિદેવ સોમનાથના દરબારમાં ભક્તોનો માનવમહેરામણ ઉમટી પડ્યો હતો. શ્રી સોમનાથ મંદિરમાં મહાશિવરાત્રી પર્વ નિમિત્તે ભક્તોનો માનવ મહેરામણ ઉમટ્યો હતો. એક લાખથી વધારે ભાવિકો સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્ય બન્યા હતા.

શિવભક્તોનો મહાસાગર છલકાયો
શિવભક્તોનો મહાસાગર છલકાયો

  • મહાશિવરાત્રી દેવાધિદેવની ભક્તિનો અનેરો અવસર
  • એક લાખથી વધારે ભાવિકોએ કર્યા ઓનલાઈન દર્શન
  • ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ સર્જાયો

ગીર સોમનાથ:મહાશિવરાત્રીના પાવન પર્વે એક લાખ ભક્તોએ સોમનાથ મહાદેવના પ્રત્યક્ષ દર્શન કર્યા હતા. 1.1 કરોડ લોકોએ ઓનલાઈનદર્શન કરી ધન્ય બન્યા હતા. જેમાં યુ-ટ્યુબ પર 3.91 લાખ, ફેસબુક 88.86 લાખ, ટ્વીટર પર 2.58 લાખ, ઇન્સ્ટાગ્રામ 6.07 લાખ ભક્તોએ દેશ વિદેશમાં ઘરબેઠા દર્શન કરી શિવકૃપા પ્રાપ્ત કરી હતી.

આ પણ વાંચો:પોરબંદરના ભોજેશ્વર મહાદેવને શિવરાત્રીના દિવસે રાજાશાહી વખતના ઘરેણાંનો શણગાર

મહાનુભાવોએ કર્યા દર્શન

દિવસભરમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ધર્મપત્નિ અંજલીબેન રૂપાણી, રાજ્યમંત્રી વિભાવરીબેન દવે, જિલ્લા કલેક્ટર અજય પ્રકાશ, જિલ્લા પોલિસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, રાજકોટ કમિશ્નર મનોજ અગ્રવાલ સહીતના લોકોએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા.

આ પણ વાંચો:દમણના દરિયા કિનારે શિવભક્તોએ વિશેષ પૂજા કરી શિવલિંગનું સમુદ્રમાં કર્યું વિસર્જન

દિવસ દરમિયાન અનેક પૂજાઓ થઈ હતી

ભક્તો પૂજા અર્ચન કરી મહાશિવરાત્રી પર્વે ધન્ય બન્યા હતા. મહાશિવરાત્રી પર્વની શુભ શરૂઆત શ્રી સોમનાથ ટ્રસ્ટના પરંપરાગત ધ્વજાપૂજનથી કરવામાં આવી હતી. ધ્વજાપૂજા ટ્રસ્ટી સેક્રેટરી પ્રવિણભાઈ લહેરીના હસ્તે કરવામાં આવી હતી. મહાપૂજા શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની નોંધાયેલી હતી. દિવસ પર્યન્ત 36 ધ્વજાપૂજા, 20 તત્કાલ મહાપૂજા, 550 સંપુટ મહામૃત્યુંજય જાપ, 1547 મહામૃત્યુંજય જાપ, 2156 રૂદ્રાભિષેક, 64 મહાપૂજા, 40 મહાદુગ્ધા અભિષેક, 548 બ્રાહ્મણ ભોજન, 213 નવગ્રહ જાપ,381 બિલ્વપૂજા સહીતની કુલ 6,398 પૂજા કરવામાં આવી હતી.

ભક્તોએ પાઘડી-પુષ્પો-બિલ્વપત્રો મહાદેવના ચરણોમાં કર્યા અર્પણ

શ્રી સોમનાથ મંદિરમાં 13 જેટલા સુવર્ણ કળશની પૂજા કરી સમરાંગણ પર લગાવવામાં આવેલા હતા. પાલખીયાત્રા ચાર પ્રહરની વિશેષ મહાપૂજા આરતી, દિપ પૂજન સહિતના કાર્યક્રમો યોજાયા હતા. ભક્તોએ મહાદેવને પાઘડી-પુષ્પો-બિલ્વપત્રો સહિત મહાદેવના ચરણોમાં અર્પણ કરેલું હતું.

ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ સર્જાયો

ચોપાટી ગ્રાઉન્ડમાં વિવિધ સેવામંડળો દ્વારા પ્રસાદ વિતરણ ભંડારાની સેવા ટ્રસ્ટના સહયોગથી દિવસભર ચલાવવામાં આવી હતી. જેનો લાભ 73,000 જેટલા ભક્તોએ લીધો હતો. સંસ્કારભારતી અને સોમનાથ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે રામ મંદિર ઓડિટોરીયમમાં સોમનાથ લોકરંગ મહોત્સવ ઉજવાયેલો, જેમાં દેશના વિવિધ પ્રાંતોના 120 જેટલા કલાકારોએ કલાપ્રસ્તુત કરી હતી. જે કાર્યક્રમ ફેસબુક તથા યુ-ટ્યુબના માધ્યમથી 3.92 લાખ લોકોએ માણ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details