ગુજરાત

gujarat

ETV Bharat / state

મુકેશ અંબાણી અને તેમના પુત્ર આકાશ અંબાણીએ સોમનાથ મહાદેવના દર્શન કરીને 1.51 કરોડનું દાન આપ્યું - undefined

દેશના અગ્રણ્ય ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેમના પુત્ર આકાશ અંબાણીએ મહાશિવરાત્રી પર્વ પર સોમનાથ મહાદેવના દર્શન અને પૂજન કર્યા કરી હતી.

Etv Bharat
Etv Bharat

By

Published : Feb 18, 2023, 10:16 PM IST

સોમનાથ : આજે મહાશિવરત્રીના મહાપર્વ પર દેશમા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી સોમનાથ ખાતે મહાદેવના દર્શનાર્થે ભધાર્યા હતા. તેમની સાથે તેમનો પુત્ર આકાશ અંબાણી પણ હાજર હતો. તેમને મહાદેનના દર્શન કર્યા અને આશિર્વાદ લિધા હતા. આકાશ અંબાણીએ મહાશિવરાત્રીના શુભ અવસર પર સોમનાથ મંદિરને 1.51 કરોડનું અનુદાન કર્યું હતું.

1.51 કરોડનું દાન આપ્યું : મહાશિવરાત્રીના પાવન પર્વ પર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી તેમજ તેમના પુત્ર અને રિલાયન્સ jioના ચેરમેન આકાશ અંબાણી સોમનાથ મહાદેવના દર્શને પધાર્યા હતા. શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી ટ્રસ્ટના ટ્રસ્ટી પી.કે લહેરી અને ટ્રસ્ટના સચિવ યોગેન્દ્ર દેસાઈ દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

મહાદેવના આશિર્વાદ લિધા : મુકેશભાઈ અંબાણી અને આકાશભાઈ અંબાણીએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા અને જલાભિષેક કરી સોમનાથ મહાદેવને પૂજા સામગ્રી પણ અર્પણ કરી હતી. સોમનાથ ટ્રસ્ટના પૂજારી દ્વારા તેઓનું ચંદન અને ઉપવસ્ત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુકેશ અંબાણીએ સોમનાથ મહાદેવની મહાપૂજા, સોમેશ્વર પૂજા, ધ્વજા પૂજાના સંકલ્પ કરી પૂજામાં ભાગ લીધો હતો. તેમજ મુકેશ અંબાણી દ્વારા શ્રી સોમનાથ ટ્રસ્ટને 1.51 કરોડનું અનુદાન આપવામાં આવ્યું હતું.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details