ગુજરાત

gujarat

ETV Bharat / state

શિવરાત્રીએ સોમનાથ આવતા 50 હજાર ભાવિકો માટે ચાર સંસ્‍થાના ભંડારાઓ ખૂલ્યાં - gir somnath news

મહાશિવરાત્રીએ સોમનાથ મંદિરે દૂર દૂરથી આવતા ભાવિકોને પ્રસાદીમાં ફરાળ મળી રહે તે માટે જુદી-જુદી સંસ્‍થાઓ દ્વારા ભંડારાનું આયોજન કરવામાં આવે છે. જેમાં આ વર્ષે ચાર સંસ્‍થાઓએ ભંડારાનું આયોજન કર્યું છે. જેમાં શિવરાત્રીના દિવસ દરમિયાન 50 હજારથી વઘુ ભાવિકો ફરાળાહાર પ્રસાદી લઇ શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે. આ ભંડારામાં સવારથી બપોર સુઘીમાં 25 હજારથી વઘુ ભાવિકો પ્રસાદી લઇ ચૂકયા હોવાનું જાણવા મળ્યું હતું. ચાલુ વર્ષે કોરોના મહામારીને ઘ્‍યાને લઇ ભંડારામાં કોવીડની ગાઇડલાઇનનો અમલ પણ થઇ રહ્યો છે.

શિવરાત્રીએ સોમનાથ આવતા 50 હજાર ભાવિકો માટે ચાર સંસ્‍થાના ભંડારાઓ ખૂલ્યાં
શિવરાત્રીએ સોમનાથ આવતા 50 હજાર ભાવિકો માટે ચાર સંસ્‍થાના ભંડારાઓ ખૂલ્યાં

By

Published : Mar 11, 2021, 5:51 PM IST

  • ભંડારામાં શીરો, સુકીભાજી, સાંબાની ખીચડી, ગાજરના હલવા જેવી ફળાહાર પ્રસાદીની સંસ્‍થાઓએ વ્‍યવસ્‍થા કરી
  • દર વર્ષે એક લાખથી વઘુ ભાવિકો ભંડારાની પ્રસાદીનો લાભ લેતા હતા
  • ચાલુ વર્ષે કોરોના વાઈરસના કારણે અડઘી સંખ્‍યામાં ભાવિકોએ લાભ લીધાની ધારણા

ગીર સોમનાથઃ જિલ્લાના સોમનાથમાં ભજન સાથે ભોજનની સેવા અંગે ટ્રસ્‍ટના અઘિકારી દિલીપ ચાવડાએ જણાવ્યું હતું કે, દર વર્ષે મંદિર પરીસરની આસપાસ ભંડારાનું આયોજન કરવામાં આવે છે. પરંતુ ચાલુ વર્ષે કોરોના મહામારીને ઘ્‍યાને રાખી ચોપાટી ખાતેના ગ્રાઉન્‍ડમાં એક જ સ્‍થળે ચાર ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. ચાર ભંડારામાં મા પરીવાર અને સોમનાથ ટ્રસ્‍ટના સંયુકત ઉપક્રમે, બઢડાવાળા શિવ દરબાર આશ્રમના ઉષામાંના સેવકો, મુંબઇના હરી ઓમ સેવા મંડળ, યુપીના ટ્રાન્‍સપોર્ટર ગુપ્‍તા પરીવાર દ્વારા ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સવારથી સાંજ સુઘીમાં 50 હજારથી વઘુ ભાવિકો ફળાહારની પ્રસાદી લઇ શકે તેવી તૈયારીઓ ચારેય ભંડારામાં કરવામાં આવે છે. ભંડારાના સ્‍થળે ભીડ ન થાય અને ગાઇડલાઇનનું પાલન લોકો કરી ફળાહાર પ્રસાદી લઇ શકે તેવી વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. જેથી સવારથી જ ભંડારામાં અવિરત ભાવિકો પ્રસાદી લેવા આવી રહ્યા છે.

ભંડારામાં શીરો, સુકીભાજી, સાંબાની ખીચડી, ગાજરના હલવા જેવી ફળાહાર પ્રસાદીની સંસ્‍થાઓએ વ્‍યવસ્‍થા કરી

આ પણ વાંચોઃપ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથમાં મહાશિવરાત્રિને લઈને તડામાર તૈયારીઓ

ફળાહાર પ્રસાદી માટે ભંડારાનું આયોજન કરવામાં આવે છે

ભંડારાની અનેરી સેવા સાથે જોડાયેલા સોમનાથના બ્રહ્મ સમાજના આગેવાન અને કેટરીંગ એસોસિએશનના પ્રમુખ મિલનભાઇ જોશીએ જણાવ્યું હતું કે, શિવરાત્રીએ દૂર દૂરથી તથા આસપાસના ગામડાઓમાંથી સોમનાથ આવતા ભાવિકો માટે જુદી-જુદી સંસ્‍થાઓ દ્વારા ફળાહાર પ્રસાદી વિતરણ માટેના ભંડારાનું આયોજન કરવામાં આવે છે. જેમાં સુકીભાજી, રાજગરાના લોટનો દેશી ઘીનો શીરો, રાજગરાની પુરી, સાંબાની ખીચડી, ગાજરનો હલવો, ફરાળી ચેવડો, માંડવીની સુકીભાજી, ફળો સહિતની ફળાહારની પ્રસાદીનું ભાવિકોને વિતરણ કરવામાં આવે છે.

આ પણ વાંચોઃહરિદ્વાર કુંભ: મહાશિવરાત્રી પર્વ પર શાહી સ્નાન માટે ઉમટ્યું જનસૈલાબ

હજારો ભાવિકોએ લીધો પ્રસાદ

ચાલુ વર્ષે પ્રત્‍યેક ભંડારામાં 10થી15 હજાર ભાવિકો ફળાહાર પ્રસાદી લઇ શકે તેવી તૈયારીઓ અગાઉથી જ કરવામાં આવી હતી. મા પરીવાર અને સોમનાથ ટ્રસ્‍ટના ભંડારાની વાત કરીએ તો તેમાં 15 હજાર ભાવિકોને પ્રસાદી વિતરણ કરી શકાય તેવી તૈયારી કરવામાં આવી છે. જેમાં 500 કીલો રાજગરાના લોટનો શીરો, 400 કીલો રાજગરાના લોટની પુરી, 400 કીલો સાંબાની ખીચડી, 50 ગુણી બટાટાની ખીચડી બનાવવામાં આવી છે. આ ભંડારામાં બપોરે 2:30 વાગ્‍યા સુઘીમાં 10 હજાર જેટવા ભાવિકો પ્રસાદીનો લાભ લઇ ચૂકયા છે.

દર વર્ષે એક લાખથી વઘુ ભાવિકો ભંડારાની પ્રસાદીનો લાભ લેતા હતા

10 વર્ષથી અવિરત સેવા...

અત્રે નોંઘનીય છે કે, છેલ્‍લા દસેક વર્ષથી મહાશિવરાત્રીએ સોમનાથ સાંનિઘ્‍યે ભંડારા યોજાઇ રહ્યા છે. દર વર્ષે ભંડારામાં એક લાખથી વઘુ લોકો પ્રસાદીનો લ્‍હાવો લેતા હોય છે. પરંતુ ચાલુ વર્ષે કોરોના મહામારીને લઇ સોમનાથ આવતા ભાવિકોની સંખ્‍યા ઓછી રહેવાની શકયતા હોવાથી ભંડારાના આયોજનકર્તાઓએ પણ તે મુજબ અડઘી જ તૈયારીઓ કરી છે. તે મુજબ આ વર્ષે 50 થી 60 હજાર ભાવિકો પ્રસાદી લેશે તેવી ઘારણા મુજબ તૈયારીઓ ભંડારા સંચાલકોએ કરી હોવાનું મિલનભાઇ જોશીએ વઘુમાં જણાવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details