ગુજરાત

gujarat

ETV Bharat / state

15 ઓગસ્ટના રોજ આતંકી હુમલાની દહેશતથી સોમનાથમાં સઘન સુરક્ષા વ્યવસ્થા - શ્રાવણ માસ

ગીર સોમનાથ: કાશ્મીરમાં 370 અને 35-A નાબૂદ કર્યા બાદ આંતકી હુમલાની દહેશતના પગલે ગુજરાતના યાત્રાધામોની પણ સુરક્ષા કડક કરી દેવામાં આવી છે. દુશ્મન દેશ પાકિસ્તાનની હરકતોના પગલે સોમનાથ મહાદેવ મંદિરની સુરક્ષા સાબદી કરાઈ છે. શ્રાવણ માસને લઈ સોમનાથ મંદિર ખાતે ભાવિકોનો ઘસારો જોવા મળ્યો છે. ત્યાર મંદિર ખાતે વધુ સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરી દેવાયા છે.

આતંકી હુમલાની દહેશતથી સોમનાથમાં સઘન સુરક્ષા વ્યવસ્થા

By

Published : Aug 14, 2019, 11:14 AM IST


ઉલ્લેખનીય છે કે પવિત્ર શ્રાવણ માસ શરૂ થઈ ચુક્યો છે અને સરકારે કાશ્મીર માંથી 370 અને 35A હટાવતા પાકિસ્તાન રઘવાયું બન્યું છે.ઇમરાન ખાન સાંસદમાં સાંકેતિક રીતે બોલી પણ ચુક્યા છે કે ભારત પર પુલવામાં જેવા હુમલાઓ થઈ શકે છે. ત્યારે દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદીરમાં જિલ્લા પોલીસ દ્વારા પોલીસ જવાનો, SRP, સીક્યુરીટી તથા સ્ટાફ ખડેપગે ફરજ પર છે.

આતંકી હુમલાની દહેશતથી સોમનાથમાં સઘન સુરક્ષા વ્યવસ્થા

Z+ સુરક્ષા ધરાવતા સોમનાથ મંદિરમાં 1 DYSP, 3 PI, 6 PIS, 102 પોલીસ જવાનો, 80 GRDના જવાનો સાથે એક કંપની SRPના જવાનો સુરક્ષામાં ફરજ બજાવશે. તો આ સાથે સોમનાથ મંદિર માટે ફળવાયેલા બૉમ્બ ડીસપોઝલ સ્ક્વોડ મંદિરમાં દિવસ દરમિયાન વારે ઘડીએ ચેકીંગ કરી રહ્યું છે.સ્નિફર ડોગ પણ સુરક્ષા માટે તૈનાત છે. 2 પોઇન્ટ ઉપર પોલીસ મેટલ ડિટેક્ટર તેમજ હેન્ડ મેટલ ડિટેક્ટર દ્વારા યાત્રિકોની તપાસ કરવામાં આવી રહ્યું છે.

મંદીરમાં નિયમ અનુસાર મોબાઈલ, કેમેરા, રીમોટકીચેઇન, વગેરે મંદીરમાં યાત્રીકો લઈ જઈ શકશે નહી. ઉપરાંત CCTV ની મદદથી સમગ્ર પરિસરમાં પોલીસ મોનીટરીંગ કરી રહી છે. આવા સમયે પોલીસ યાત્રિકોને સંદિગ્ધ સમાન દેખાય ત્યારે પોલીસને જાણ કરવા સૂચના આપી રહી છે.

ABOUT THE AUTHOR

...view details