ગીરસોમનાથ: કોરોના વાઇરસના કારણે દેશભરમાં ત્રીજા તબક્કાનું લોકડાઉન અમલમાં છે. કોરોના વાઇરસ ન ફેલાય તે માટે ગીર સોમનાથ જિલ્લા વહીવટીતંત્ર, આરોગ્ય વિભાગ અને પોલીસ વિભાગ સર્તક છે. ગીર સોમનાથ જિલ્લાના નોકરીયાત અને વિદ્યાર્થીઓ અમદાવાદમાં લોકડાઉનમાં ફસાઈ જતા તેઓને તેમના માદરે વતન લાવવા માટે સામાજિક અગ્રણી રીતેશ ફોફંડીએ તંત્ર સાથે સંકલન કરી અથાગ પ્રયાસો કર્યા હતાં. જેની ફલશ્રુતિ રૂપે તમામ લોકો તેમના માદરે વતન પહોંચી ગયા છે.
સામાજિક અગ્રણી રિતેષભાઈ ફોફંડી દ્વારા અમદાવાદ ખાતેથી 91 વિદ્યાર્થી, નોકરીયાત લોકોનો સંપર્ક કરી અમદાવાદથી ત્રણ બસોની વ્યવસ્થા કરી તમામ ફસાયેલા લોકોને ગીરસોમનાથ લાવવામાં આવ્યા હતાં. ગીર સોમનાથ જિલ્લાની ચેક પોસ્ટ પર મોડી રાત્રે આરોગ્ય વિભાગ દ્વારા દરેક વ્યક્તિનું સ્કીનીંગ અને આરોગ્યની તપાસ કરવામાં આવી હતી.