ગીર સોમનાથ: જિલ્લા કલેક્ટર અજય પ્રકાશે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ 26 (2), 30 તથા 34 અને ધી એપેડેમીક ડીસીઝ એકટ-1897 કલમ-2 અન્વયે પ્રતિબંધાત્મક આદેશ જાહેર કર્યા છે.
ગીરસોમનાથમાં જિલ્લા કલેક્ટર દ્વારા નવા કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા - વેરાવળના શહેરી વિસ્તારમાં કોરોના કેસ
ગીર સોમનાથના વેરાવળના શહેરી વિસ્તાર અને સુત્રાપાડાની અનુરાગ કોલોનીમાં કોરોના વાઇરસના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લા કલેક્ટર દ્વારા આ વિસ્તારોને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા છે.
![ગીરસોમનાથમાં જિલ્લા કલેક્ટર દ્વારા નવા કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા ગીરસોમનાથમાં જિલ્લા કલેક્ટર દ્વારા નવા કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-02:28:09:1593507489-gj-gsm-collectoraadesh-7202746-30062020130710-3006f-1593502630-1046.jpg)
જે અંતર્ગત વેરાવળ અને સુત્રાપાડામાં કોરોના વાઇરસના પોઝિટિવ કેસ સામે આવતા વેરાવળ શહેરી વિસ્તારમાં અલહરમ સોસાયટીમાં રજા મસ્જીદ રોડ ઉપર રહેણાંક વિસ્તારમાં અનવર કાલુ બક્ષુ ઉત્તર તરફના મકાનથી દક્ષિણ દિશાએ અબ્દુલ ગફાર ચાઉનું રહેણાંક મકાન તથા અનવર કાલુ બક્ષુની પશ્ચિમે ઇકબાલ બાપુ સૈયદના રહેણાંક મકાનથી નદીમભાઇ મલેકના મકાન સુધી કુલ 8 મકાનના વિસ્તારને કન્ટેન્મેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવેલો છે.
આ ઉપરાંત સુત્રાપાડા શહેરી વિસ્તારમાં અનુરાગ નગર કોલોનીના બ્લોક નં.કે-13માં આવેલ કુલ 24 ઘરના વિસ્તારને કન્ટેન્મેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવેેલો છે. આ વિસ્તારમાં અવર-જવર કરવા પર પ્રતિબંધ મુકવામાં આવેલો છે.
આથી આ વિસ્તારમાં આવશ્યક ચીજ વસ્તુઓની દુકાનો ખોલવાનો સમય સવારના 7 કલાકથી સાંજના 7 કલાક સુધીનો રાખવામાં આવ્યો છે. આ હુકમ 14 દિવસ સુધી અમલમાં રહેશે અને તેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે તેમ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા જણાવાયું હતું.