- ગીર સોમનાથ જિલ્લામાં NDRFની ટીમે મોરચો સાંભળ્યો
- ડે. કલેક્ટર, મામલતદાર, ચીફ ઓફિસર, સહિત તંત્રની ટીમ કામે લાગી
- વેરાવળના જાલેશ્વર વિસ્તારમાં NDRF ટીમ સાથે કોમ્બિગ
- અંદાજે 5 હજાર લોકોનો વસવાટ
- તમામને સલામત સ્થળે સ્થળાંતર કરાવવા કવાયત
ગીર સોમનાથ : હવામાન વિભાગની આગાહી અનુસાર તૌકતે વાવાઝોડાના કારણે 18 મે ના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતાઓ રહેલી છે. વાવાઝોડાની સંભવિત અસરને પહોંચી વળવા ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સજ્જ બન્યું છે.
તૌકતે વાવાઝોડાના જોખમ અંતર્ગત ગીર સોમનાથમાં NDRFની ટીમે મોરચો સાંભળ્યો આ પણ વાંચો -તૌકતે વાવઝોડાને લઈને ગીર-સોમનાથના તમામ વિભાગ એલર્ટ પર
વાવાઝોડાની અસરથી પ્રભાવિત થઇ શકે છે ગીર સોમનાથ
તમામ પરિસ્થિતિને પહોંચી વળવા NDRFની ટીમ સજ્જ
ગીર સોમનાથ જિલ્લામાં NDRFની 120 જવાનોની બનેલી કુલ 2 ટીમ ઉતારવામાં આવી છે. આ ટીમ રબ્બરની બોટ, લાઇફ જેકેટ, દોરડાં, બીજા રેસ્ક્યૂના સાધનોથી સજ્જ હોય છે. આ સાથે ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દરિયાકાંઠાના નીચાણવાળા ગામોમાંથી લોકોનું સ્થળાંતર કરાવવાની વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે.
ડે. કલેક્ટર, મામલતદાર, ચીફ ઓફિસર, સહિત તંત્રની ટીમ કામે લાગી આ પણ વાંચો -તૌકતે વાવાઝોડાની સંભાવનાને લઈને વેરાવળ બંદર પર સિગ્નલ 1 લગાવાયું, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
NDRFની ટીમ સ્થાનિક વહીવટી તંત્ર સાથે સંકલન કરીને દરિયા કાંઠાના વિસ્તારની ભૌગોલિક સ્થિતિનો ચિતાર મેળવ્યો
વેરાવળના પ્રાંત અધિકારી સરયૂ ઝાનકાંતની અધ્યક્ષતામાં શહેરના વિવિધ સમાજના આગેવાનો, તમામ વિભાગના અધિકારી સાથે સંકલન બેઠક યોજી હતી. દરિયાકાંઠા વિસ્તારમાં એક KM ત્રિજ્યામાં આવતા લોકોના સ્થળાંતર બાબતે બેકઅપ પ્લાન ઘડીને લોકોને શાળાના મકાન અને સમાજની વાડી જેવા સ્થળો પર ખસેડવા અને ત્યાં રહેવા જમવા માટેની જરૂરી વ્યવસ્થા કરવાનું સુચારુ આયોજન કરવામાં આવ્યું છે.
વેરાવળના જાલેશ્વર વિસ્તારમાં NDRF ટીમ સાથે કોમ્બિગ આ પણ વાંચો -તૌકતે વાવાઝોડાંને પગલે ગીર સોમનાથ જિલ્લામાં 12000 લોકોને સ્થળાંતરિત કરાયા