- ગીર-સોમનાથ પંથકમાં કમોસમી વરસાદ
- કેસરના પાકને નુક્શાન થવાની ભીતી
- કમોસમી વરસાદ સાથે ભુકંપના આચંકા
ગીર સોમનાથ: જીલ્લાના તાલાલા-સાસણ ગીર પંથકમાં શનિવારે બપોરે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને જોરદાર પવન સાથે બરફના કરા સાથે અચાનક વરસાદ આવ્યો હતો. કમોસમી વરસેલા વરસાદના પગલે ગીર પંથકની પ્રખ્યાત કેસર કેરીના પાકને વ્યાપક નુકશાન પહોચ્યુ છે. કમોસમી વરસાદ વરસ્યાની ગણતરીની મિનીટો બાદ તાલાલા ગીર પંથકમાં ભુકંપનો આંચકો આવતા ગીરવાસીઓમાં ગભરાટ પ્રસર્યો હતી.
કરા સાથે વરસાદ
ગીર સોમનાથ જીલ્લામાં વઘી રહેલા કોરોનાના સંક્રમણને લઇ તાલાલા શહેર અને પંથકના અમુક ગ્રામ્ય વિસ્તારોમાં લોકડાઉન ચાલી રહ્યું છે દરમિયાન શનિવારે બપોરે ચારેક વાગ્યાના સુમારે તાલાલા-સાસણ ગીર પંથકના વાતાવરણમાં અચાનક પલટો આવી આકાશમાં કાળા ડીબાગ વાદળો વચ્ચે જોરદાર પવન ફુકાવવાની સાથે ઘીમી ઘારે વરસાદ આવ્યો હતો. અડઘી કલાક સુઘી ભારે પવન વચ્ચે બરફના કરા સાથે વરસાદ આવ્યો હતો. તાલાલા પંથકના સાસણ ગીર, ભાલછેલ, હરીપુર, ચિત્રાવડ સહિતના અનેક ગ્રામ્ય વિસ્તારો ઉપરાંત ગીર જંગલની બોર્ડર પર આવેલા ગીરગઢડા પંથકના અમુક ગામોમાં પણ કમોસમી વરસાદ આવ્યો હતો.